Quantcast
Channel: Wellness – chitralekha
Viewing all 292 articles
Browse latest View live

સ્માર્ટ ફૉનને ખિસ્સામાં રાખો છો?

$
0
0

સ્માર્ટ ફોનનો ઝડપથી વધતો વપરાશ તમારી રોજબરોજની જિંદગીને સરળ તો બનાવી રહ્યો છે પરંતુ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. અનેક સંશોધનોથી પણ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સ્માર્ટ ફૉનનો વધુ વપરાશ કરનારાઓની આંખોમાં બળતરા અને અનિદ્રાની સમસ્યા જોવા મળે છે. સ્માર્ટ ફૉનનું રેડિએશન બીજી અનેક રીતે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. યુવાનોમાં સ્માર્ટ ફૉનનો વપરાશ વધી રહ્યો છે. અનેક અહેવાલોમાં એ વાત બહાર આવી છે કે યુવાનો ફૉન પર રાતદિવસ મંડ્યા રહે છે. આવામાં પ્રશ્ન થાય છે કે શું તે તમારા આરોગ્ય માટે યોગ્ય છે?આ ઉપરાંત કેટલાક લોકો ફૉનને પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં તો કેટલાક પેન્ટના પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. એટલે એ જાણવું જરૂરી છે કે સ્માર્ટ ફૉનને શરીરના કયા ભાગ સમક્ષ ન રાખવો.

ઓશિકાની નીચે-સામાન્ય રીતે લોકોને ટેવ હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે મોબાઇલ રાખીને સૂએ છે પરંતુ જે પણ આવું કરી રહ્યા છે તેમની આ ટેવ બિલકુલ ખોટી છે. આવું કરવાથી આવનારા સમયમાં તમને માથાનો દુઃખાવો અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. મોબાઇલથી નીકળનાર ઇલેક્ટ્રૉમેગ્નેટિક રેડિેએશન ઘણું નુકસાનકારક હોય છે.

પાછળના ખિસ્સામાં- ઘણી વાર બાઇક ચલાવતા લોકો પેન્ટના પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. બેસતી વખતે પણ તેઓ પેન્ટના પાછળના ખિસ્સામાં જ રાખે છે. આના કારણે ફૉન ચોરી થવાનું જોખમ રહે છે તો ક્યારેક તે તૂટી પણ શકે છે. તેને લાંબો સમય પેન્ટના પાછળના ખિસ્સામાં રાખવાથી તમને પેટ અને પગમાં દર્દ થવાનું શરૂ થઈ શકે છે. આથી હિતાવહ છે કે તમે ફૉનને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો.

ઘણા વ્યક્તિઓ, ખાસ કરીને પુરુષોને પેન્ટ કે જિન્સના આગળના ખિસ્સામાં પોતાનો સ્માર્ટ ફૉન રાખવાની ટેવ હોય છે. આવું તમે જો કરતા હો તો સાવધાન થઈ જાવ. એક સંશોધનથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે લાંબા સમય સુધી આવું કરનાર પુરુષોના શુક્રાણુની સંખ્યા ઓછી થઈ જાય છે. સાથે જ આવું કરવાથી પુરુષોની શુક્રાણુની ગુણવત્તા પણ બગડી શકે છે. ઉલ્લેખનીય છે કે પુરુષોમાં શુક્રાણુની સંખ્યા ઘટવાની સમસ્યા વધતી જાય છે જેનાથી નિઃસંતાનપણું વધતું જાય છે. આથી પુરુષોએ પેન્ટ કે જિન્સના આગળના ખિસ્સામાં સ્માર્ટ ફૉન ન રાખવો જોઈએ.

ઉપરના કિસ્સા મુજબ સ્માર્ટ ફૉન ન રાખનારા પુરુષો માટે પછી એક વિકલ્પ જ બચે છે અને તે છે તેઓ શર્ટના ખિસ્સામાં રાખે. આ પણ યોગ્ય નથી. આ કિસ્સામાં પણ સાવધ થવાની જરૂર છે. સ્માર્ટ ફૉનથી નીકળતું રેડિએશન તમારા હૃદય પર અસર કરે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે મોબાઇલના રેડિએશનથી તમારું હૃદય નબળું પડી જાય છે.

બાળકો પાસે મોબાઇલ રાખવો પણ જોખમી છે. એક સંશોધન મુજબ, બાળકો પાસે ફૉન રાખવાથી તેમાં હાઇપરએક્ટિવિટી અને ડેફિસિટ ડિસઑર્ડર જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. આ ઉપરાંત બાળકો પાસે ફૉન રાખવાથી તેઓ તેને પાણીમાં નાખી દે કે તેનો ઘા કરે તેવી શક્યતા પણ રહેલી છે, જેના કારણે તમારો ફૉન કાયમ માટે બગડી જઈ શકે છે.

જો તમને રાત્રે ફૉન ચાર્જમાં મૂકીને સૂવાની ટેવ હોય તો તે પણ તમારા ફૉન અને તમારી ત્વચા બંને માટે હાનિકારક છે. મોડે સુધી ચાર્જ થવાથી ફૉનની બૅટરી ખરાબ થઈ જાય છે અને સાથે જ તેની અસર તમારી ત્વચા પર પણ થાય છે.

એટલે બને ત્યાં સુધી ફૉનનું કામ ન હોય ત્યાં સુધી તેને તમારા શરીરથી દૂર જ રાખવો હિતાવહ છે.

 


ભલે ગરમી લાગે, ફ્રિજનું ઠંડું પાણી પીવાનું ટાળો

$
0
0

રમી જોરદાર પડવા લાગી છે. કાળઝાળ ગરમીમાં બહારથી આવીને કે ઘરમાં રહીને પણ નાના છોકરાથી માંડીને મોટા લોકોને ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પીવાની ટેવ હોય છે. નાના છોકરાઓને તો બોટલ સીધી મોઢે માંડવાની ટેવ હોય છે. આરોગ્યની રીતે આ સારી ટેવ નથી. માતાપિતાએ આ ટેવ દૂર કરવી જોઈએ. ગ્લાસમાં કાઢીને શાંતિથી ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. પરંતુ પહેલો પ્રશ્ન તો એ જ છે કે શું ફ્રિજમાં ઠંડું કરેલું પાણી પીવું આરોગ્ય માટે સારું છે ખરું?ઉનાળામાં ઠંડું પાણી પીઓ તો જ તરસ છિપાય તેવું પહેલી દૃષ્ટિએ લાગે છે પરંતુ આ વાત સાચી છે ખરી? કારણકે એક માન્યતા એવી પણ છે કે ઠંડું પાણી પીવાથી તરસ છિપાતી નથી પરંતુ વારંવાર તરસ લાગ્યા રાખે છે. જ્યારે માટલામાં કુદરતી રીતે ઠંડું થયેલું પાણી પીવાથી અદ્ભુત આનંદ, સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ થાય છે, વારંવાર તરસ લાગતી નથી.

ફ્રિજમાં ઠંડું કરેલું પાણી પીવાના ગેરલાભ ઘણા છે. તે તમારે જરૂર જાણવા જોઈએ.

પહેલું તો ફ્રિજનું પાણી તમારા આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે અને તેનું એક મોટું કારણ એ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધુ ઓછા તાપમાન પર હોય છે જે નુકસાનદાયક છે. બીજું કે ફ્રિજનું એકદમ ઠંડું પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાય જાય છે જેનાથી તે પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આના કારણે સવારે પેટ સાફ થતું નથી અને મળ પેટમાં જ રહીને સડી જાય છે. આથી કબજિયાત અને તેના કારણે થતા રોગો ઉદ્ભવે છે.

આમ, આ કૃત્રિમ રીતે ઠંડું પાણી પીવાથી લાંબા સમયની કબજિયાત થઈ શકે છે, તેનાથી તમારું પૂરા તંત્રમાં ગરબડ થઈ જાય છે અને અનેક બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી અને ઘર કરી જાય છે. આયુર્વેદમાં કબજિયાતને અનેક બીમારીઓનું મૂળ કહેવાયું છે.

ખૂબ જ ઠંડું પાણી પીવાથી શરીરના કોષો પણ સંકોચાઈ જાય છે. તે બરાબર કામ કરી શકતા નથી. તેની અસર તમારી પાચનશક્તિ અને આરોગ્ય પર સીધી જ પડે છે. તે તમારા ધબકારાને પણ ઓછા કરી શકે છે.

ફ્રિજનું ઠંડું પાણી પીવાથી ગળું ખરાબ થવાની સંભાવના ખૂબ જ હોય છે. રોજ જો તમે આ ટેવ ચાલુ રાખશો તો કાકડા, ફેફસા અને પાચનતંત્રના રોગો થવાની શક્યતા છે. ઉપરાંત શરદી પણ ઘર કરી જાય છે.

ઠંડું પાણી પીવાથી ધમનીઓ સંકોચાઈ જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અપચો થાય છે એટલે કે પાચન બરાબર થતું નથી. પરિણામે બેચેની સર્જાય છે.

ઠંડું પાણી પીવાથી તમારા શરીરમાંથી જે પરસેવો બહાર નીકળવો જોઈએ તે નીકળતો નથી. શરીર ખોરાકને પચાવી તેમાંથી પોષક તત્ત્વો ગ્રહણ કરી તેમાંથી ઊર્જા બનાવતું હોય છે. લોહી બનાવતું હોય છે. પરંતુ જ્યારે તમે ઠંડું પાણી પીઓ છો ત્યારે તમારું શરીર પહેલાં તો તમારા શરીરનું તાપમાન ઘટાડવામાં તેની ઊર્જા ખર્ચી નાખે છે, પરિણામે તમારા શરીરને ઊર્જામાં એટલી ઘટ પડે છે.

આમ તો કોઈ પણ ઋતુમાં ક્યારેય પણ જમવાના અડધો કલાક પહેલાં અને અડધો કલાક પછી પાણી પીવું જ ન જોઈએ અને ઠંડું પાણી તો ખાસ કારણકે જ્યારે તમે ભોજન પછી ઠંડું પાણી પીઓ છો ત્યારે તેનાથી તમારા શરીરમાં વધારાનો કફ પેદા થાય છે. તેના કારણે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. પરિણામે, તમને શરદી થઈ શકે છે. તમને ઉનાળામાં પણ ઠંડી લાગી શકે છે અને બીજી બીમારીઓ પણ તમને ઘેરી શકે છે.

જો તમે ઠંડાં પીણાં પીતા હો અને વચ્ચે વચ્ચે કંઈ પણ ખાતા હો કે ઠંડું પાણી પીધા પછી કંઈ ખાવ તો પાણીનું શીતળ તાપમાન તમે જે ચીજ ખાધી તેમાંથી ચરબીને ઘન સ્વરૂપમાં ફેરવી નાખે છે અને આ પ્રકારની ઘન ચરબીને પચાવવી શરીર માટે ખૂબ જ કઠિન હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ઠંડું પાણી પીવાથી કેલેરી બળે છે અને વજન ઘટે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ વાત સાથે સંમત નથી. વજન ઘટાડવાના અન્ય રસ્તાઓ છે જ. આ રીતે વજન ઘટાડવાથી બીમારીઓ થઈ શકે છે.

અરુણ જેટલીની બીમારી અને તેના ઉપાય જાણો

$
0
0

કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી આજકાલ કિડનીની બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમનું ટૂંક સમયમાં કિડની પ્રત્યારોપણ કરવામાં આવશે. બીમારી હોવાના કારણે તેમણે આગામી સપ્તાહે લંડનની મુલાકાત રદ કરી દીધી છે.જેટલીની સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ બેરિએટ્રિક સર્જરીના કારણે હોઈ શકે છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં રા.જ.ગ. (એનડીએ) સત્તામાં આવ્યો તે પછી તેમણે આ સર્જરી કરાવી હતી. આ ઑપરેશન હકીકતે તેમણે કરાવ્યું હતું તો વજન નિયંત્રણ માટે. પહેલાં આ ઑપરેશન મેક્સ હૉસ્પિટલમાં થયું, પરંતુ જટિલતાઓના કારણે તેમને પછી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. સૂત્રોના કહેવા પ્રમાણે, એઇમ્સના ડૉક્ટરો જેટલીજીના આવાસ પર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. હજુ એ નિર્ણય નથી કરાયો કે કિડની પ્રત્યારોપણની જરૂરિયાત છે કે નહીં.

આવો આપણે જાણીએ કે કિડની ખરાબ છે તે કેવી રીતે ખબર પડે. હાથ અને પગમાં સોજા આવવા લાગે. રક્તચાપ (બ્લડ પ્રૅશર) વધવા લાગે. હાડકાંમાં દર્દ થવા લાગે. નબળાઈ આવવા લાગે. બેચેની લાગે. ઉબકા આવે. રોગ વધે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે. નિદ્રા ન આવે. ગંભીર સ્થિતિમાં પીડિત વ્યક્તિ કૉમામાં કે બેભાન પણ થઈ શકે છે. રોગીનો જીવ જોખમમાં મૂકાય છે. શરીરમાં લોહી ઓછું થાય છે.

કિડની ખરાબ થવાંનાં અનેક કારણો છે. લોકો ઘણી વાર તેને અવગણે છે. જો આ રોગના ઇલાજની વાત કરીએ તો લગભગ ૯૦ ટકા અંગ્રેજી દવાઓ અને ઇલાજ કરાવે છે. ગંભીર સ્થિતિમાં તો તે જ કરાવવું હિતાવહ છે, પરંતુ કિડની પ્રત્યારોપણ માટે આયુર્વેદમાં પણ સારવાર પ્રાપ્ય હોવાનું આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે. કિડની ફેઇલ થવાના શરૂઆતના તબક્કામાં દર્દીને ડૉક્ટર બ્લડ પ્રૅશર કંટ્રૉલમાં રાખવા, ડાયટમાં પ્રૉટિન પર નિયંત્રણ મૂકવા, મીઠું ઓછું કરવા વગેરે પરેજી પાળવા કહેશે. તેનાથી દર્દીની કિડની ફેઇલ થવાની શક્યતા જો અટકશે નહીં, તો ધીમી તો થશે જ. પરંતુ જો કિડની ફેઇલ થઈ જ ગઈ હોય તો? તો તેના બે ઉપાય છે.

પહેલ ઉપાય. કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા પ્રત્યારોપિત કરવાનો છે. બીજો ઉપાય નિયમિત રીતે ડાયાલિસિસ કરાવવાનો છે. ડાયાલિસિસ અઠવાડિયામાં એક વાર કરાવાય છે જેમાં લોહી સાફ કરવામાં આવે છે. આ ક્રમ આખી જિદંગી ચાલતો રહે છે. એક બીજા પ્રકારનું ડાયાલિસિસ પણ હોય છે જેમને આપણે સીએપીડી કહીએ છીએ. તે ઘરે જ થાય છે. તેમાં પેટમાં કેથેટર લગાવીને પેટની સફાઈ કરાય છે. કિડની પ્રત્યારોપણની સુવિધા વર્તમાનમાં મોટા ભાગનાં શહેરોમાં થઈ ગઈ છે. તે ડાયાલિસિસ કરતાં સારો, પરંતુ મોંઘો ઉપાય છે.

સ્વસ્થ કિડનીના ઉપાય જોઈએ તો, કિડનીની સમસ્યાથી ગ્રસ્ત લોકોએ પોતાના આહારમાં મીઠું અને પ્રૉટીનની માત્રા ઓછી કરવી જોઈએ, કારણકે આ બંને ચીજોથી કિડની પર દબાણ વધે છે. રોજ વ્યાયામ અને શારીરિક ગતિવિધિઓ કરવાથી રક્તચાપ અને લોહીમાં સર્કરા (શુગર)ની માત્રાને નિયંત્રિત રાખી શકાય છે. તેનાથી ડાયાબિટીસ અને તેનાથી થઈ શકે તેવી ક્રૉનિક કિડનીની બીમારીના જોખમને ઓછું કરી શકાય છે.

મેગ્નેશિયમની ઉણપથી ઉચ્ચ રક્તચાપ અને વિષાક્ત પદાર્થો વધી જવાથી કિડનીના કામ પર અસર પડવા લાગે છે. આથી તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ લો. ડાયાબિટીસની કિડની પર ખરાબ અસર પડે છે. એમ પણ કહી શકાય કે ડાયાબિટીસ કિડનીનો સૌથી મોટો શત્રુ છે. આથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રાખવી આવશ્યક છે. ઓછું પાણી પીવાથી કિડનીને નુકસાન થાય છે. પાણીની ઉણપથી કિડની અને મૂત્રનળીમાં સંક્રમણનો ખતરો વધી જાય છે. જેના કારણે પોષક તત્ત્વોના કણ મૂત્રનળીમાં પહોંચીને મૂત્ર ત્યાગને બાધિત કરવા લાગે છે.

ત્વચા માટે ફાયદાકારક દરિયાઈ મીઠું

$
0
0

પ્રાચીન ગ્રીસ સહિત સમગ્ર વિશ્વમાં સદીઓથી મીઠાના પાણીની થેરપીનો ઉપયોગ થતો આવ્યો છે. એવા પુરાવા છે કે આવું પાણી ત્વચા માટે ખૂબ સારું નીવડે છે. કેટલાક અભ્યાસોમાં એવું જણાયું છે કે જેમને સોરાયસીસ સહિત ત્વચાની બીમારીઓ હોય તેમને માટે મીઠાના પાણીથી સ્નાન કરવું ખૂબ જ અસરકારક નીવડે છે. મીઠાનું પાણી તમારી ત્વચા માટે નીચેની ૧૧ રીતે ખૂબ સારું સાબિત થાય છે: અત્રે એ નોંધવું જરૂરી છે કે મીઠાનું પાણી કહેવાનો અર્થ એ છે કે દરિયાઈ મીઠું એટલે કે સિંધાલૂણ.૧. તે ખુલ્લાં રોમછિદ્રો બંધ કરે છે. 

૨. તે વધારાનું તેલ શોષી લે છે. 

૩. તે તેલના નિર્માણમાં સંતુલન કરે છે.

૪. તે ખીલ કરતા બેક્ટેરિયાને મારી નાખે છે. 

૫. તે ત્વચા પરના ઉઝરડાને દૂર કરે છે.

૬. તે ઘાના નિશાન અને કાપાને પણ દૂર કરે છે.

૭. તે પોતાના મૃત કોષોને બહાર કાઢે છે.

૮. તે ત્વચાની કુદરતી pHને પુનઃસ્થાપિત કરે છે.

૯. આપણી ત્વચા યુવી કિરણો. સૂર્યપ્રકાશ, શરીરના તાપમાનના નિયંત્રણકર્તા તરીકે કામ કરે છે. ત્વચાના આ કાર્યને મીઠાનું પાણી સુધારે છે. 

૧૦. એ પાણી શોધવાની પ્રક્રિયાને વધારે છે. 

૧૧. તે બળતરા ઘટાડે છે. 

મોઢા પરના ખીલના બેક્ટેરિયાને કઈ રીતે મીઠાના પાણીથી દૂર કરવા તે પણ જાણીએ. જો તમે સમુદ્ર કિનારે રહેતા હો તો તમને કદાચ આ સૌંદર્ય રહસ્યની જાણ હશે જ. તમે સમુદ્ર કિનારા પાસે રહેતા હો કે ન રહેતા હો, તમને આ રહસ્યની જાણ હોય કે ન હોય, ચિંતાની જરૂર નથી. અમે તમને આ રહસ્યની જાણ કરી દઈએ છીએ. જ્યારે તમને તક મળે ત્યારે હુંફાળા મીઠાના પાણીની તમારા મોઢા ઉપર છાલક મારો. આ માટે એક કપ શુદ્ધ પાણીમાં એક ચમચી સમુદ્રનું મીઠું ઉમેરો. રૂની મદદથી મીઠાનું પાણી તમારા મોઢા ઉપર જ્યાં ખીલ થયું છે ત્યાં નાજુક રીતે હળવા હાથે લગાડો અને પછી તેને સૂકાવા દો. જો તમે આ રીત અજમાવો અને એક કે બે દિવસમાં તમારા ખીલ દૂર ન થાય તો એના માટે તમારો આહાર જવાબદાર છે. આ માટે તમારા આહારમાં ખાંડ, પ્રક્રિયા કરેલ જંકફૂડ, ગ્લુટેન, મગફળી, હાથાવાળી ચીજો અને દૂધનાં ઉત્પાદનો ખાવાનું ટાળો. પાંદડાવાળી ભાજી ખૂબ ખાવ. પ્રોટીનવાળો ખોરાક ખાવ. નાળિયેરનું તેલ અને એવોકાડો જેવાં ફળ ખાવ.

મીઠાના પાણીના સ્નાનથી ઉઝરડા દૂર કરો. આપણે ગુજરાતીમાં ઘણીવાર કહીએ છીએ કે હા ઘા પર મીઠું ભભરાવવું. જો તમે આ કહેવત સાંભળી હશે તો તમારે તમારા ઘા પર ક્યારેય મીઠાના પાણીના છંટકાવ નહીં કરવા દો. જોકે આ સારવાર નુકસાનકારક બેક્ટેરિયાને મારવા માટે અને ઝડપથી રૂઝાય તે માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સંશોધન એવું કહે છે કે મેગ્નેશિયમ થી સમૃદ્ધ એવા અમૃતપાનની દરિયાઈ મીઠાના પાણીમાં સ્નાન કરવાથી ત્વચાનાં અંતરાય રૂપ કાર્યો જે ઉપર જણાવ્યાં તે સુધરે છે. ત્વચાનું હાઇડ્રેશનનું કાર્ય પણ વધારે છે. જો તમને કાપો પડ્યો હોય કે ઉઝરડો પડ્યો હોય તો આ બધી જ ચીજોની તમારે જરૂર છે. તમારા નહાવાના ગરમ પાણીમાં એક કપ દરિયાઈ મીઠું ઉમેરો. જો તમારે સ્નાનનો અનુભવ હજુ વધારે સુધારવો હોય તો તેમાં લવેન્ડર તેલનાં દસ ટીપાં ઉમેરો. તેની સુગંધથી તમારું મન અને તન પ્રફુલ્લિત થઈ જશે. તમને એવું લાગશે જાણે તમે કોઈ સ્પામાં ગયા છો.

આ ઉપરાંત મીઠાના પાણીના બીજા પણ ઉપયોગ છે. પરંતુ અહીં મીઠાના પાણીનો અર્થ છે કુદરતી મીઠાનું પાણી. સવારમાં ઉઠીને હૂંફાળું મીઠાનો પાણી પીશો તો તમારો આખો દિવસ સારો જશે. તેનાથી તમારા શરીરની હાઇડ્રેશનની પ્રક્રિયા સારી થશે પાચન સારું થશે, બળતરા ઘટશે તમારી ઊંઘ સારી થશે તમારા કોષમાંથી ઝેરીલા તો દૂર થશે અને તમારા હાડકાંનું આરોગ્ય પણ સુધરશે.

 

ભીંડો વાળથી લઈ હૃદય માટે ફાયદાકારક

$
0
0

ભીંડા વજન ઓછું કરવાથી માંડીને હૃદયને રોગો અને વાળને ફાયદો કરનાર શાક છે. તેમાં ફાઇબર, ફૉલેટ, પાયરીડૉક્સિન, થિયામીન વિટામિન-સી, વિટામીન-એ, તાંબુ, કેલ્શિયમ, પૉટેશિયમ આયર્ન, મેગ્નેશિયમ, જસત, મેંગેનીઝ, અને ફૉસ્ફરસ જેવાં પૌષ્ટિક તત્ત્વો મળી આવે છે. ભીંડામાંથી નીકળતો ચીકણો પદાર્થ અનેક રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી ભૂખમાં પણ વધારો થાય છે. આથી તેને ખૂબ જ પૌષ્ટિક શાક માનવામાં આવે છે. મોટાભાગના લોકોને ખબર જ હશે કે તેનું માત્ર શાક બનાવી શકાતું નથી, પરંતુ સાથે આયુર્વેદ નિષ્ણાતો તેને અનેક રોગોની સારવારમાં પણ ઉપયોગમાં લે છે તો આવો જાણીએ ભીંડાના ૧૦ ફાયદા.આંખ માટે: ભીંડામાં વિટામિન-એ અને બિટા કૅરોટિનથી ભરપૂર માત્રા હોય છે વિટામિન-એ આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનાથી વધતી ઉંમરની સાથેસાથે આંખોના નુકસાનમાં પણ ઘટાડો થાય છે. તેનાથી આંખનું તેજ વધુ સારું થાય છે. આ ઉપરાંત ભીંડો મોતિયાબિંદ જેવી સમસ્યાઓમાંથી પણ આંખોને બચાવી શકે છે. વજન ઓછું કરવા માટે જે લોકો પોતાના વધતા વજનથી તકલીફમાં હોય તેમના માટે વજનને ઓછું કરવામાં તે ઘણું સહાયક થાય છે કારણકે ભીંડામાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને ફાઇબર ઉચ્ચ માત્રામાં હોય છે. તેમાં મળી આવતું ફાઇબર પરિપૂર્ણતા ભોજનનો અને અનુભૂતિ કરાવે છે અને આથી વ્યક્તિ ઓછું ભોજન કરે છે. આથી નિયમિતરૂપે ભીંડાનું શાક ખાવું જોઈએ

હૃદય માટે: ભીંડો કૉલેસ્ટેરૉલની માત્રાને ઓછી કરવામાં સક્ષમ છે કારણકે તેમાં ઓગળી શકે તેવું ફાઇબર હોય છે. તેની મદદથી ઉચ્ચ કૉલેસ્ટેરૉલને કાબૂમાં કરી શકાય છે.

નિમિયા રોગ માટે: એનિમિયા રોગથી પીડિત લોકો માટે ભીંડો ખૂબ જ ફાયદાકારક હોય છે તેમાં ઉપસ્થિત લોહતત્ત્વ આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તે લોહીમાં હિમોગ્લોબીનનું નિર્માણ કરે છે જેનાથી તમે એનિમિયાથી બચી શકો છો.

 પાચન માટે: ભીંડાના સેવનથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. ભીંડામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર મળી આવે છે જે આપણા પાચનતંત્રને સારું કરવામાં સહાયક થાય છે. એ ઉપરાંત તેના સેવનથી પેટનાં આંતરડાંના સોજામાં પણ રાહત મળે છે.

ગર્ભાવસ્થા માટે: ગર્ભાવસ્થા દરમ્યાન ભીંડાનુ સેવન ખૂબ જ લાભદાયી હોય છે. ભીંડામાં હાજર ફૉલેટ ભ્રૂણના મસ્તિષ્ક વિકાસમાં ઘણી મદદ કરે છે. એનામાં હાજર ફૉલિક એસિડની ભરપૂર માત્રા ગર્ભાવસ્થાના ચોથાથી લઈ અને બારમા સપ્તાહ સુધી ભ્રૂણની ન્યૂરલ ટ્યૂબના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

 ડાયાબિટીસ માટે: ડાયાબિટીસથી પરેશાન લોકોને પણ ભીંડો ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં યુગેનૉલ હાજર હોય છે. ભીંડાથી સર્કરાના સ્તરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

વાળ માટે: કેટલાક લોકો ભીંડાને માત્ર આરોગ્ય માટે ફાયદારૂપ માને છે પરંતુ ભીંડો વાળ માટે પણ ઘણો લાભદાયક છે તેના સેવનથી વાળ કાળા થાય છે અને તેને આંતરિક શક્તિ મળે છે. એટલે સુધી કે વાળમાં ખોડાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ માટે તમારે ભીંડાના નાના-નાના ટુકડા કાપવા જોઈએ અને તેમાં અડધું લીંબુ નીચોવવું જોઈએ તેને માથું ધોવામાં ઉપયોગ કરવો જોઈએ તેનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે

 મગજ માટે: મગજને વધુ સક્રિય કરવા માટે ભીંડાનુ સેવન ઘણું લાભદાયક સાબિત છે. તેમાં ઉપસ્થિત ફૉલેટ અને વિટામિન બી મગજને સ્વસ્થ રાખવામાં સહાયક થાય છે. આંતરડાં માટે ભીંડાના નિયમિત સેવનથી આંતરડાંમાં હાજર ઝેરી તત્વોને દૂર કરવામાં સહાયતા મળે છે તેનાથી આંતરડાં પહેલાંથી વધુ સારી રીતે કામ કરવા લાગે છે અને તેમની કામ કરવાની ક્ષમતા વધી જાય છે તેનાથી કૉલન કેન્સરનો ખતરો પણ દૂર થઇ જાય છે.

 

દર્દશામક દવાઓ જન્મનાર બાળકને નપુંસક બનાવી શકે

$
0
0

ર્ભાવસ્થામાં દર્દશામક દવાઓ લેવાથી નહીં જન્મેલું બાળક નપુંસક હોવાનું જોખમ રહે છે. એક સંશોધનમાં દાવો કરાયો છે કે ઇબુપ્રૉફેન અને પેરાસિટામૉલનો ગર્ભાવસ્થામાં ઉપયોગ નુકસાનકારક છે. તેનાથી ન માત્ર યુવતીઓની પ્રજનન ક્ષમતા નબળી થાય છે, પરંતુ સાથે નહીં જન્મેલા બાળકની ફળદ્રુપતા પર પણ અસર પડે છે.

અભ્યાસકર્તાઓએ કહ્યું છે કે દર્દશામક દવાઓના ઉપયોગથી બાળકમાં વિકલાંગતાનું જોખમ પણ વધે છે. બીજી તરફ મહિલાઓમાં જલદી મેનૉપૉઝ આવી જવાનું જોખમ થાય છે. દર્દશામક દવાઓ ગર્ભાશયમાં ઈંડાંનું ઉત્પાદન ઝડપથી કરવા લાગે છે. જ્યારે ગર્ભાશય ખાલી થઈ જાય છે ત્યારે મેનૉપૉઝનું જોખમ વધી જાય છે.બ્રિટનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાઓનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ દર્દશામક દવાઓ લેવાથી બચવું જોઇએ. ખૂબ જ દુખાવો થાય તેવી સ્થિતિમાં પેરાસિટામૉલ લઈ શકાય છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. અમેરિકામાં એક અનુમાન મુજબ ગર્ભાવસ્થામાં ત્રણમાંથી એક મહિલા દર્દનિવારક દવાનો ઉપયોગ કરે છે.

સંશોધનમાં જણાવાયું છે કે દર્દશામક દવાઓનો અતિ ઉપયોગ કરવાથી ડીએનએ પર માર્ક આવી શકે છે. જે અંડાશયને એક સપ્તાહ સુધી પેરાસિટામૉલના સંપર્કમાં રાખવામાં આવ્યું તેનું ઇંડાનું ઉત્પાદન ૪૦ ટકા સુધી ઘટી ગયું હતું તો બીજી તરફ ઇબુપ્રૉફેનના સંપર્કમાં રાખવાથી આ સંખ્યા અડધી થઈ ગઈ હતી સંશોધનમાં જાણવા મળ્યું કે દવાના ઉપયોગથી  ભ્રૂણના વીર્ય અને ઈંડાં બનાવતા કોષોની સંખ્યા ઘટી ગઈ હતી.

ડોક્ટરોનું કહેવું છે કે લોકોમાં દર્દશામક દવાઓનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દર્દશામક દવાઓમાં એસિટામિનૉફેન હોય છે અમેરિકામાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્યાં લોકો એસિટામિનૉફેનનો હાઇ ડૉઝ લે છે. સામાન્ય ઉધરસ અને શરદીમાં પણ દર્દશામક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તાવમાં પણ એસિટામિનૉફેનનો ઉપયોગ કરનારા એવું સમજે છે કે તેનાથી તાવ દૂર થઈ જશે. આ બાબત ખોટી છે.

ચિકિત્સકોનું કહેવું છે કે વધુ દર્દશામક દવાઓ ખાવાથી લીવર તેમજ કિડની પર પણ અસર પડે છે જે લોકો લાંબા સમય સુધી પેઇન કીલરનો હાઇ ડૉઝ લે છે તેમનું લીવર નબળું પડી જાય છે ૨૦૦૬થી ૨૦૧૫ની વચ્ચે યુરોપીય દેશોમાં ફ્રાન્સ સૌથી વધુ દર્દશામક દવાઓનો ઉપયોગ કરનાર દેશ હતો. ત્યાં સૌથી વધુ લોકોએ દર્દશામક દવાઓ લીધી હતી ચિકિત્સક જરૂરિયાત હોય તો સપ્તાહમાં ૪,૦૦૦ મિલીગ્રામ સુધી દર્દશામક દવાઓ લેવાની ભલામણ કરે છે.

ગર્ભાવસ્થાવાળી સ્ત્રી હોય કે પછી કોઇ પણ વ્યક્તિ, દર્દશામક દવાઓ આમ પણ આરોગ્ય માટે સારી નથી તેનાથી ઘણી બધી આડઅસરો પેદા થાય છે અને આથી જ ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે દર્દીને બને ત્યાં સુધી સહન કરી લેવું અથવા તેના નિર્દોષ ઉપાયો કરવા પરંતુ પેઇનકિલર તો ન જ લેવી.

લીલું મરચું સૌંદર્ય અને યુવાની ટકાવી રાખે છે!

$
0
0

લીલાં મરચાં. મરચાંના નામથી ગાંઠીયા યાદ આવી જાય, ભજીયાં યાદ આવી જાય, એ પછી યાદ આવી જાય ગોટા. ખમણ હોય કે ઢોકળાં તેની સાથે તળેલા લીલા મરચા તો જોઈએ જ. પરંતુ આ બધી જ ચીજો સાથે તે જાણવું જરૂરી બને છે કે લીલાં મરચાં સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ગુણોનો ખજાનો છે.  આ વાતની શું તમને ખબર છે? જો તમે લીલાં મરચાંના ફાયદા ન જાણ્યા હોય તો જાણો લીલાં મરચાં ખાવાના સાત આરોગ્યપ્રદ ફાયદા. તમે જાણીને ચોકી જશો.લીલાં મરચાંના આરોગ્ય ઉપરાંત સૌંદર્યલક્ષી ફાયદા પણ છે. લીલું મરચું ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને નસોમાં તેનો પ્રવાહ તેજ થાય છે. તેનાથી ચહેરા પર ખીલની સમસ્યા નથી થતી. મરચામાં વિટામીન સી અને વિટામીન ઇ હોય છે. ખીલ પર લીલાં મરચાંનો લેપ લગાવવાથી ખીલ બેસી જાય છે. ખંજવાળમાં મરચાંના તેલને ગરમ કરીને માલિશ કરવાથી આરામ મળે છે. ઉનાળામાં તો મરચું વધુ સારું રહે છે. ભોજન સાથે મરચું ખાવાથી લૂ નથી લાગતી.

એક સંશોધન અનુસાર, લીલાં મરચાંથી હૃદય સાથે સંબંધિત બધી જ બીમારીઓ સાજી થઈ જાય છે અને હૃદય માટે લીલું મરચું ઘણું ફાયદાકારક હોય છે. તેનાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.

તમારા પાચનતંત્રને તે મજબૂત કરે છે અને પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે. લીલાં મરચાંમાં ફાઈબર પણ ઘણા પ્રમાણમાં હોય છે. તેના લીધે મરચું ભોજનના પાચનની ક્રિયા ઝડપી બનાવે છે.

આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ લીલું મરચું ઘણું ફાયદાકારક છે. તે ઉપરાંત તે શરીરના અંગોમાં થતા દર્દને પણ ઓછું કરવામાં સહાયક હોય છે

તેમાં પ્રચૂર માત્રામાં મળી આવતું  વિટામીન સી ઈજા કે ઘાને બચાવવાના કામમાં સહાયક થાય છે. વિટામિન-સી હાડકાં, દાંત અને આંખો માટે પણ ફાયદાકારક હોય છે

લીલાં મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોવાને કારણે રોગો સામે લડવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે અને આપણી પ્રતિરોધક ક્ષમતા પણ મજબૂત થાય છે. લીલુ મરચું ખાધા પછી તમારું બંધ નાક ખુલી જવાનું કારણ પણ આ જ છે

કેન્સર સામે લડવા અને શરીરને સુરક્ષિત રાખવા માટે પણ લીલું મરચું ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ઍન્ટી ઑક્સિડન્ટ હોય છે જે શરીરની આંતરિક સફાઈ સાથે ફ્રી રેડીકલ થી બચાવીને કેન્સરના ખતરાને ઓછો કરે છે. ઍન્ટિ ઑક્સિડન્ટના લીધે ત્વચા સારી રહે છે. કરચલી ઝડપથી પડતી નથી. લીલાં મરચામાં રહેલું વિટામિન ઇ ત્વચા માટે ફાયદાકારક પ્રાકૃતિક તેલનું ઉત્પાદન કરે છે જેનાથી તમારી ત્વચા પોતાની રીતે જ સારી થઈ જશે.

લીલું મરચું ખાવાથી તેના એન્ટી બૅક્ટેરિયલ ગુણના કારણે ચેપ લાગતો નથી. તેથી તમને ત્વચાના રોગ થતા નથી. મહિલાઓમાં ઘણી વાર લોહતત્ત્વની કમી થાય છે. જો મહિલાઓ ભોજનમાં લીલું મરચું લેશે તો આ ઉણપ પૂરી થઈ જશે.

લીલાં મરચામાં ફાઇટોન્યૂટ્રિસિયન્ટ હોય છે. તેનાથી તમારી ઉંમર તમારા શરીર પર દેખાતી નથી. પરંતુ આ માટે તળેલું મરચું નહીં, કાચું મરચું ખાવું જોઈએ.

લીલાં મરચાંમાં કેલેરી ઓછી હોય છે અને તે વધારાની ચરબીને ઘટાડવામાં સહાયતા કરે છે અને આમ તમારું વજન નિયંત્રણમાં રહે છે. બ્લડ પ્રૅશર નિયંત્રિત કરવામાં પણ લીલું મરચું ફાયદાકારક છે. ડાયાબિટિસ હોય તો પણ લીલાં મરચામાં બ્લડ પ્રૅશરને નિયંત્રણમાં રાખવાનો ગુણ હોય છે.

લીલાં મરચાંના સેવનથી ફેફસાના કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. આથી ધૂમ્રપાન કરનાર વ્યક્તિએ લીલું મરચું પોતાના ભોજનમાં વધુ સામેલ કરવું જોઈએ કારણકે તેનાથી ફેફસાના કેન્સરનો ખતરો સૌથી વધુ હોય છે.

જોકે અહીં આપવામાં આવતા નુસખા આરોગ્યનિષ્ણાતની સલાહ પછી જ અમલમાં મૂકવા હિતાવહ છે.

‘વિશ્વ મેલેરિયા દિવસ’: મચ્છરોને ખતમ કરો, બીમારીથી બચો

$
0
0

સમગ્ર દુનિયા ખતરનાક એવી મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે આખું જગત દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day) મનાવે છે.

આજે વિશ્વ મેલેરિયા-વિરોધી દિવસ છે. આ બીમારી કેટલી ખતરનાક છે એની સાબિતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલા આ આંકડા પરથી જ મળે છે કે એ દર બે મિનિટે એક બાળકનો ભોગ લે છે.

આ ચેપી રોગ 95 દેશોમાં આશરે 3.2 અબજ લોકોને બીમાર પાડે છે. આમાં યુવાન અને ઘરડાં સૌ કોઈ આવી જાય. ભારતમાં, દર વર્ષે મેલેરિયાના 10 લાખથી વધારે કેસો નોંધાય છે.

ક્લોરોક્વીન જેવી અમુક અસરકારક દવાઓને કારણે દુનિયાભરમાં મેલેરિયાથી થતા મરણનો આંકડો 60 ટકા જેટલો ઘટાડી શકાયો છે. 2000ની સાલ પહેલાં પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી, પણ 2000 પછીના પંદર વર્ષમાં આ રોગ સામે તબીબી વિજ્ઞાને સારો એવો વિજય પ્રાપ્ત કર્યો છે. અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં સૌથી વધારે સુધારો જોવા મળ્યો છે.

તે છતાં 2016માં મેલેરિયાના નવા 21 કરોડ કેસ નોંધાયા હતા. મોટા ભાગના કેસ નાઈજિરીયા, કોંગો, યુગાન્ડા, આઈવરી કોસ્ટ, મોઝામ્બિકમાં હતા.

આ ચેપી રોગને કારણે મૃત્યુ પામેલા 4,45,000 લોકોમાંથી 70 ટકા જેટલા બાળકો હતા, જેમની ઉંમર પાંચથી ઓછી વયની હતી.

મેલેરિયા વિશે આટલું જાણો…

મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, શરીરે પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે.

મેલેરિયા માટે પ્લાઝમોડિયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે. આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે. લીવરના કોષો ફાટે ત્યારે, આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે. મેલેરિયાના જીવાણુઓ રક્તકણોમાં ઘૂસીને વધે છે અને પછી એ ફાટી જાય છે. રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે.

રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાનાં લક્ષણો દેખાય છે.

મેલેરિયાથી બચવા આટલું કરો…

મચ્છરદાનીનો ઉપયોગ કરો. એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ. ગાદલા નીચે એને સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ, જેથી મચ્છર અંદર ઘૂસી ન જાય

ઘરમાં વપરાતી જંતુનાશક દવા છાંટો. મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ મચ્છર ‘રીપેલન્ટ’નો ઉપયોગ કરો.

શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એરકન્ડિશનર અથવા પંખા વાપરો.

આછા રંગના અને શરીર પૂરેપૂરું ઢંકાય એવાં કપડાં પહેરો.

શક્ય હોય તો, ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે.

મેલેરિયા થયો છે? તો આટલું ખાસ ધ્યાનમાં રાખો…

જો તમને મેલેરિયા થયો હોય, તો તરત ડોક્ટરને મળીને સારવાર લો.

મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા એવી જગ્યાએ જઈને આવ્યા હો તો, નીચે આપેલાં લક્ષણોની અવગણના કરશો નહીં,

સખત તાવ આવવો

પરસેવો થવો

ધ્રુજારી સાથે ઠંડી લાગવી

માથું દુખવું

શરીર દુખવું

થાક લાગવો

ઊબકા આવવા

ઊલટી થવી

ડાયેરિયા થવો.


ત્વચારોગોમાં ચેપ આપતી આવી આદત ટાળો

$
0
0

ણા લોકોની ટેવ હોય છે કે તેઓ બેઠાંબેઠાં પોતાના કાન, નાક, આંખ અને ક્યાંય પણ ખંજવાળતા હોય છે અથવા અડતાં હોય છે. પરંતુ શું તમને ખબર છે કે શરીરનાં સાત મહત્ત્વનાં અંગો છે જેને ક્યારેય સ્પર્શવું ન જોઈએ. આપણા પૂર્વજો અને આપણા વડીલો પણ આપણને આવી સલાહ આપતા હતા કે તમે નાક કે બીજા કોઈ અંગને અડ્યાં હો તો હાથ ધોઈ નાખવા. પશ્ચિમી વિજ્ઞાનની સલાહ આવી તે પહેલાંની આ સલાહ હતી. જો તમે પૂજા કરતા હશો તો તેમાં પણ પ્રાણાયામ કર્યા પછી પુરોહિત તમને હાથ ધોવાનું કહેશે.આનું કારણ એ હતું કે આ અંગોને સ્પર્શવાની ટેવ તમને બીમાર પાડી શકે છે. તેને સ્પર્શવાથી જ ચેપ ફેલાવવાનો ખતરો રહે છે. અત્યાર સુધી જો તમને આ જાણકારી નહોતી તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ, ચેપને દૂર રાખવા માટે કેટલીક વાતો જાણવી જરૂરી  છે. અને તેમાંની એક વાત એટલે એ કે શરીરનાં અંગોને સ્પર્શવું નહીં.

ઘણા લોકો પોતાની આંખો મસળે છે. ક્યારેક દુઃખાવાના કારણે તો ક્યારેક સળવળાટ થવાના કારણે. આંખો સંવેદનશીલ અને નાજુક અંગ છે. તે સૌથી ઝડપથી ચેપ પકડી લે છે, પરંતુ તેને મસળતી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેને સ્પર્શવાથી પણ ચેપ લાગી શકે છે કારણકે હાથ અને નખના કીટાણુ આંખોમાં ચાલ્યા જાય છે. આથી આંખોમાં ખંજવાળ વધે છે અને તે ધીરેધીરે ચેપનું સ્વરૂપ લઈ લે છે.

રોજ પોતાનો ચહેરો ધોવો જ જોઈએ. એ સારી ટેવ છે. સ્નાન કર્યા પછી તો બધાનો ચહેરો સ્વચ્છ થઈ જ ગયો હોય છે, આમ છતાં કેટલાક લોકોની ટેવ હોય છે કે તેઓ નહાયા પછી પણ પોતાના ચહેરા વિશે સતર્ક હોય છે અને સતત તેને સ્પર્શીને જુએ છે. ચહેરા પર તેલ લલગાડવું કે પછી તેને વારંવાર હાથથી સાફ કરવો એ જોખમી છે. આવા લોકોને ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. તેનું કારણ આ પણ હોઈ શકે છે કારણકે વારંવાર હાથ લગાડવાથી કિટાણુના કારણે ચેપ લાગવાની શક્યતા રહે છે. ત્વચાની સમસ્યા થાય છે. આથી સાવધાની રાખવી જોઈએ.

આ ઉપરાંત ઘણા લોકોને કાનમાં ખંજવાળવાની ટેવ હોય છે. તેઓ કાનને હાથથી સાફ કરે છે. કેટલાક લોકો મોટા ભાગે કાનમાં ખંજવાળ આવે ત્યારે તેને હાથથી કે કોઈ અન્ય ચીજથી સાફ કરવાની કોશિશ કરે છે. પરંતુ તે ઘણું જોખમી છે. તેનાથી કાનની અંદર ઇયર કેનાલ પર અસર પડે છે. તેને નુકસાન થઈ શકે છે.

આ જ રીતે લોકો કાન, આંખની જેમ નાકમાં પણ આંગળી નાખીને સાફ કરે છે. પરંતુ ક્યારેય એ નથી વિચારતા નથી કે જેનાથી તે ગંદકી કાઢે છે તેનાથી હકીકતે ગંદકીને આમંત્રણ આપે છે. હાથના જીવાણુ નાકમાં જવાના કારણે નાકમાં ચેપ અને સતત કરવાથી ફૂગનો ચેપ પણ ફેલાઈ શકે છે.

નાકને સાફ કરવાનો સૌથી સાચો રસ્તો સ્વચ્છ કપડું કે ટિશ્યૂ છે. તેને સાફ કરવાથી ક્યારેય ચેપનો ખતરો રહેતો નથી.

આ જ રીતે ગુદા શરીરનો એવો ભાગ છે જેને સ્પર્શવાથી કેટલીક બીમારીઓ ફેલાઈ શકે છે. તે એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે. ગુદામાં બૅક્ટેરિયાની માત્રા વધુ હોય છે. એવામાં જ્યારે આ બૅક્ટેરિયાવાળો હાથ શરીરનાં બીજાં અંગો પર લગાવશો તો ચેપ ફેલાવાનું જોખમ વધે છે.

નખ કાપતી વખતે ઘણી વાર અંદરની ત્વચા ગંદી દેખાય છે. લોકો પોતાના હાથથી જ નખ તોડી નાખે છે અથવા નેલ કટરથી તેને સાફ કરે છે. પરંતુ તે જોખમી છે. તેનાથી ફંગલ ઇન્ફૅક્શન થવાની જોખમ રહે છે.

જોકે આ ટેવ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, પરંતુ નાના છોકરાઓને ટેવ હોય છે. તેઓ મોઢામાં હાથ નાખવાની ટેવ હોય છે. આ ટેવ બીમારીઓને આમંત્રણ આપવા જેવી છે. ભલે તમે ગમે તેટલા હાથ સાફ કર્યા હોય તો હાથમાં બૅક્ટેરિયા ત્વચામાં ચોંટેલી હોય છે. તેના કારણે બૅક્ટેરિયા તમારા મોઢામાં જવાની શક્યતા રહે છે.

આ જ કારણ છે કે હિન્દુ શાસ્ત્રોમાં હાથ જોડીને નમસ્તે કરીને અભિવાદનની ટેવ રખાઈ છે જેથી ચેપ ન લાગે. હવે તો પશ્ચિમી તબીબી વિજ્ઞાન પણ એ સ્વીકારે છે. તદુપરાંત નવજાત શિશુને પણ માતા સિવાય કોઈ ન અડે તેવું તબીબો કહેતા હોય છે. હોઠથી હોઠનું ચુંબન પણ આરોગ્યની દૃષ્ટિએ બરાબર નથી. તેમાંય હવે કેટલાંક માબાપો તો પોતાના નવજાત શિશુ કે બાળકને હોઠથી હોઠનું ચુંબન કરે છે તેનાથી કામવિકૃતિ જાગવાની શક્યતા તો રહે જ છે પરંતુ સાથોસાથ બીમારીને આમંત્રણ પણ મળે છે.

વિશ્વમાં દર દસમાંથી નવ જણ ઝેરી હવા શ્વાસમાં ભરે છે

$
0
0

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગંભીર ચેતવણી ઈસ્યૂ કરી છે અને કહ્યું છે કે દુનિયાના ઘણા ખરા ભાગોમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. દર દસમાંથી નવ જણ ઝેરી-પ્રદૂષિત તત્વો ધરાવતી હવા શ્વાસમાં લે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જોકે ભારતની ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ની પ્રશંસા કરી છે. એણે નોંધ લીધી છે કે આ યોજના અંતર્ગત ભારતમાં છેલ્લા બે વર્ષમાં 3 કરોડ 70 લાખ જેટલા રાંધણગેસ (લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ-LPG)ના જોડાણ મફતમાં પૂરા પાડવામાં આવ્યા છે. આમ કરીને ભારત સરકાર સ્વચ્છ ઘરેલુ ઊર્જાના વપરાશને સરસ રીતે ઉત્તેજન આપી રહી છે.

WHO સંસ્થાના નવા અંદાજ મુજબ, વિશ્વભરમાં 90 ટકા લોકો પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે. આને કારણે ઘરની બહાર તથા અંદર હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે થતા મરણનો આંક વધી ગયો છે.

એક નિવેદનમાં WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ગેબ્રીયેસસે કહ્યું છે કે હવાના પ્રદૂષણે આપણા સૌની ઉપર જોખમ વધારી દીધું છે. આમાં, સૌથી ગરીબ અને વંચિત વર્ગના લોકોને વધારે સહન કરવાનું આવે છે.

દુનિયાને માટે શરમની વાત એ છે કે આજના યુગમાં પણ ત્રણ અબજથી વધુ લોકો દરરોજ એમના ઘરોમાં પ્રદૂષણ ફેલાવતા સ્ટોવ્સ અને ઈંધણનો ઉપયોગ કરીને ઝેરી વાયુ શ્વાસમાં લે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે આવું ચલાવી ન લેવાય. જો આપણે હવાના પ્રદૂષણની સમસ્યા ઉપર તાકીદે પગલું નહીં ભરીએ તો આપણે સ્થાયી રહે એવો વિકાસ હાંસલ કરી નહીં શકીએ.

યૂનાઈટેડ નેશન્સ સંસ્થાએ રચેલી WHO સંસ્થાએ 100 જેટલા દેશોમાં 4000થી વધારે શહેરોમાં હવાના પ્રદૂષણના પ્રમાણ તેમજ લોકોના આરોગ્ય પર એની અસર અંગે સર્વે કરાવ્યો હતો.

પર્યાવરણને લીધે આરોગ્ય ઉપર રહેતા જોખમમાં પહેલા નંબરે હવાનું પ્રદૂષણ છે. હવાના પ્રદૂષણને ઘટાડવામાં કેટલાક દેશોએ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે અને એમાં સારી એવી પ્રગતિ પણ સાધી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ જણાવે છે કે પ્રદૂષિત હવામાં રહેલા ઝેરી રજકણો શ્વાસમાં જવાથી અને તે ફેફસાંમાં ઊંડે સુધી ઉતરી જતાં શ્વસનક્રિયાને ખોરવી નાખે છે, જેને કારણે સ્ટ્રોક, હૃદયરોગ, ફેફસાંનું કેન્સર, શ્વાસની તકલીફ, ન્યૂમોનિયા, ફેફસાંમાં ચેપ જેવી બીમારીઓ લાગુ થાય છે. આને લીધે દર વર્ષે વિશ્વમાં આશરે 70 લાખ લોકો મરણ પામે છે.

2016ની સાલમાં, માત્ર હવાના પ્રદૂષણે 42 લાખ લોકોનો ભોગ લીધો હતો. જ્યારે એ જ વર્ષમાં પ્રદૂષિત ઈંધણો તથા ટેક્નોલોજીવાળી રાંધણ પદ્ધતિથી ફેલાતા ઘરેલુ હવાના પ્રદૂષણે 38 લાખ લોકોના જાન લીધા હતા.

હવાના પ્રદૂષણ સંબંધિત થયેલા મરણોમાં 90 ટકા મરણ ઓછી અને મધ્યમ લેવલની આવકવાળા દેશોમાં નોંધાયા હતા, જેમ કે એશિયા અને આફ્રિકામાં.

દુનિયાની કુલ વસ્તીના 40 ટકાથી પણ વધુ લોકો – એટલે કે આશરે ત્રણ અબજ લોકોને હજી પણ રસોઈ માટે એમના ઘરોમાં સ્વચ્છ ઈંધણ અને ટેક્નોલોજી ઉપલબ્ધ નથી. પરિણામે એવા લોકોના ઘરોમાં આજે પણ અસ્વચ્છ અને ઝેરી તત્વોવાળા ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ લોકો એવા ઝેરી તત્વોને એમના શ્વાસમાં લે છે.

દરમિયાન, WHO સંસ્થાએ વિશ્વના 20 સૌથી વધારે પ્રદૂષિત શહેરોની એક યાદી બહાર પાડી છે, એમાં 14 શહેરો તો ભારતના છે. શરમની વાત એ છે કે સર્વેક્ષણ માટે સંસ્થાએ ભારતના માત્ર 32 શહેરોના આંકડા લીધા હતા અને એમાંથી 14 શહેરે ટોપ-20માં સ્થાન મેળવ્યું છે.

ભારતના આ શહેરો છેઃ દિલ્હી, વારાણસી, કાનપુર, લખનઉ, ફરિદાબાદ, ગયા, પટના, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.

ગંદકી અને પ્રદૂષણને ધ્યાનમાં લઈને ક્રમાંકવાર ભારતના સૌથી ખરાબ શહેરો આ મુજબ છેઃ કાનપુર, ફરિદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.

આ ચીજો વધુ ખાવાથી સમયપૂર્વે રજોનિવૃત્તિનું જોખમ!

$
0
0
બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે સફેદ પાસ્તા અને ભાતના વધુ પડતા સેવનથી સમયથી દોઢ વર્ષ પહેલાં રજોનિવૃત્તિ (Menopause) આવી શકે છે.
એપિડેમિલૉદી એન્ડ કમ્યૂનિટી હેલ્થ નામની જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે આરોગ્યપ્રદ તીજો જેવી કે લીલા દાણા, વટાણા અને તૈલીય ફિશ ખાવાથી રજોનિવૃત્તિ મોડી થાય છે. યુનિવર્સિટી અૉફ લીડ્સના સંશોધનકર્તાઓએ ખાણીપીણી અને રજોનિવૃત્તિ વચ્ચે સંબંધ શોધવા પ્રયાસ કર્યો. આ સંશોધનમાં બ્રિટનમાં રહેનારી ૧૪,૧૫૦ મહિલાઓએ ભાગ લીધો.સંશોધક યાશ્વી ડનેરામે કહ્યું, “આ પ્રકારનું આ પહેલું સંશોધન છે જેમાં બ્રિટનની સ્ત્રીઓમાં પોષક તત્ત્વો, ખાદ્ય સમૂહોની વિસ્તૃત વિવિધતા અને પ્રાકૃતિક રજોનિવૃત્તિની આયુ વચ્ચે સંબંધ શોધવામાં આવ્યો.” વિસ્તૃત ખાણીપીણી સંબંધી પ્રશ્નાવલી ઉપરાંત મહિલાઓમાં પ્રજનનના ઇતિહાસ અને આરોગ્ય વિશે જાણકારી મેળવવામાં આવી.
ચાર વર્ષ પછી સંશોધકોએ તે મહિલાઓના આહારનું અાકલન કર્યું જેમની આ સમય દરમિયાન રજોનિવૃત્તિ થઈ ગઈ હતી. બ્રિટનમાં રજોનિવૃત્તિની સરેરાશ ઉંમર ૫૧ વર્ષ છે.
લગભગ ૯૦૦ મહિલાઓ (૪૦થી ૬૫ વર્ષ)ને આ સમય દરમ્યાન કુદરતી રીતે રજોનિવૃત્તિ થઈ. આકલનમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓએ તૈલીય ફિશનું વધુ સેવન કર્યું તેમને ત્રણ વર્ષ મોડી રજોનિવૃત્તિ થઈ. જ્યારે રિફાઇન્ડ પાસ્તા અને ભાત ખાનારી મહિલાઓમાં રજોનિવૃત્તિ સમય કરતાં પહેલાં થઈ ગઈ. યુનિવર્સિટી અૉફ લીડ્સના પ્રાધ્યાપક જેનેટ કેડે કહ્યું હતું કે રજોનિવૃત્તિની આયુની કેટલીક સ્ત્રીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.
પહેલાનાં કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું હતું કેસમય કરતાં પહેલાં રજોનિવૃત્તિથી હાડકાંનું ઘનત્વ ઓછું થવું, અૉસ્ટિયોપરોસિસ થવું, અને હૃદયની બીમારીઓ થવાનો ખતરો વધુ હોય છે જ્યારે રજોનિવૃત્તિ મોડી થાય તો સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર અને અંતર્ગર્ભાશયકલાનું કેન્સર થવાનું જોખમ વધુ રહે છે.

ખાણીપીણીની આ ટેવો નિર્દોષ નથી!

$
0
0

પોતાની અંગત, વ્યાવસાયિક, અને સામાજિક જિંદગીમાં આપણે ઘણીવાર એવા શોખ કેળવી લઈએ છીએ જે આપણી જિંદગીનો હિસ્સો બની જાય છે પરંતુ ઘણીવાર તેમાંથી અનેક ટેવો આપણા આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જે આપણે આપણાં આ શોખ અને ચેવો પર નજર નાખીશું તો ખબર પડશે કે આપણે આપણાં શોખ કે વ્યસનના કારણે આપણા આરોગ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યાં છીએ.

જી હા, જીવનમાં એવી કેટલીક ટેવોના શિકાર બનીને આપણે જાણતા અજાણતા આરોગ્ય પર જોખમ ઊભું કરીવબેસતા હોઈએ છીએ. અહીં વાત પાનમસૂલા, બીડી, તમાકુ કે દારૂ જેવાં વ્યસનની નથી. તો પછી શેની વાત છે? આવો નજર કરીએ કેટલાત એવા શોખ અથવા વ્યસન પર જે આમ તો નિર્દોષ લાગે પરંતુ ખરેખર તો હાનિકારક છે. વળી જો આ ટેવ બાળપણથી પડી જાય, જેની સંભાવના ઘણી છે, તો તો વધુ નુકસાનરૂપ છે.૧. ચોકલેટ: આ ટેવ બાળપણથી જ પડવાની સંભાવના હોય છે કારણકે બાળકને શાંત રાખવા તેનાં માતાપિતા કે ઘરમાં આવતા મોટાભાગના લોકો બાળકને ચોકલેટ આપતા હોય છે. ચોકલેટની સાથે બિસ્કિટ પણ ખવડાવતા હોય છે, પરંતુ તેનાથી નાની ઉંમરથી જ દાંત તો ખરૂબ થાય જ છે પરંતુ સાથે ભોજનમાં અરૂતિ જેવી સમસ્યા પણ થાય છે. આથી આપણે આપણાં બાળકોને આવી ટેવ ન પાડવી જોઈએ. તેમને ચોકલેટ અને બિસ્કિટ છાશવારે ન આપતાં ક્યારેક કોઈ એવા પ્રસંગ, જ્યારે તેમણે કંઈક શીખ્યું હોય કે ઉપલબ્ધિ મેળવી હોય.૨. બર્ગર-પિઝા: બાળકોથી માંડીને શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓમાં બર્ગર-પિઝાની ઘેલછા સૌથી વધુ હોય છે. પરંતુ આ ઘેલછા જ્યારે ટેવ કે વુયસન બની જાય ત્યારે જોખમ ઊભું થાય છે. ક્યારેક કે કેટલાક મહિનામાં એકાદવાર પિઝા અને બર્ગર ખાવા ઠીક છે પણ છાશવારે તે ખાવાં તે શરીર અને પાચનતંત્ર માટે હાનિકારક છે. બીજું તે ઠીક પણ પિઝા અને બર્ગર ખાવાની સાથે પાણીની જગ્યાએ કોકા કોલા કે પેપ્સી જેવાં હાનિકારક પીણાં પીવામાં આવે છે તેના લીધે આરોગ્યને વધુ નુકસાન થાય છે. તેનાથી સ્થૂળતા આવે છે અને યકૃતમાં પણ ખરાબી આવે છે.

૩. ધૂમ્રપાન: જેમ કિશોરાવસ્થાલકે યુવાની આવે છે તેમ તેમ કંઈક નવું કરવાનો શોખ જાગે છે. આમાં ઘણી વાર સિગરેટ, દારૂ, પાન, ગુટકા, તમાકુની ટેવ પડી જાય છે. આમાં શરૂઆતમાં સાહસનો ભાવ હોય છે. મિત્રો એવું કહીને ચીડવતા હોય છે કે ડરે છે શું? કંઈ ન થાય. આમાં મજા આવે, બધાં દુ:ખ ભૂલી જઈશ.આના પર શાયરીઓ અન ગીતો ઘણાં બનેલાં છે તે કહેશે જેમ કે, નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ, દમ મારો દમ, મીટ જાયેં ગ઼મ, વગેરે. શરૂઆતમાં તેઓ મફતમાં પણ આપતા હોય છે. પરંતુ આ ચીજો શરીરનાં અંગે ફેફસાં, મોઢું અને ચેતાઓને નુકસાન પહોંચાડતા હોય છે અને માનસિક-શારીરિક રીતે પંગુ બનાવી દે છે.

૪. બામ કે વિક્સનો પ્રયોગ: કેટલાક લોકોની ટેવ હોય છે કે શરદી ન હોય કે માથું ન દુ:ખતું હોય તો પણ તેઓ બામ કે વિક્સનો પ્રયોગ કરતા હોય છે. તેની પાછળ તેમમો તર્ક હોય છે કે તેના લીધે તેમને ઊંઘ સારી આવે છે. કેટલાક લોકોને સૂતા પહેલાં માથા પર બામ લગાડવાની ટેવ હોય છે. પણ આ એક પ્રકારની લત જ છે જે તમને નીંદર માટે બામ કે વિક્સ પર નિર્ભર બનાવી રહી છે.

૫. ચા કે કોફી: બહુ થાક લાગવાના કારણે કે સારા વાતાવરણમાં ચા કે કોફી પીવી અલગ વાત છે, પરંતુ જો તમે તમારા શોખના કારણે તેનું વધુ સેવન કરતા હો તો આ શોખ સારો નથી. તેનું વધુ પડતું સેવન ભૂખ મારી નાખે છે અને તેના લીધે પાચન પણ બગડે છે. મધપ્રમેહ અને પેટ સંબંધી રોગોમાં તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.૬. અથાણાંનું સેવન: ભોજનની સાથે હંમેશાં કચુંબરનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ હંમેશાં અથાણું ખાવું આરોગ્ય માટે નુકસાનરૂપ હોય છે. અથાણા જેવી ચીજો કેવળ ત્યારે જ ખાવી જોઈએ જ્યારે ભોજનનો સ્વાદ વધારવો હોય કે ભોજન અરૂચિકર લાગતું હોય કે શાકભાજી મોંઘા કે અપ્રાપ્ય હોય. દરેક મોસમમાં તેને પ્રતિદિન ખાવાથી અમ્લતા (એસિડિટી) વધે છે. એમાંય જો બજારમાંથી અથાણું ખરીદાયેલું હોય તો તેમાં પ્રિઝર્વેટિવ, સિરકા, સાઇટિક એસિડ નખાયા હોય છે. તે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે.

૭. વધુ પડતી વરિયાળી ખાવી- વરિયાળીના અનેક ફાયદા છે અને તેનો સ્વાદ પણ બધાને પસંદ હોય છે, પરંતુ જો તમને દિવસભર વરિયાળી ખાવાની ટેવ હોય તો તે ટેવના લીધે તમને વારંવાર પેશાબ લાગી શકે છે.

 

કાકડી ખાવ, કોલેસ્ટરોલ ઘટાડો, ફિટ રહો…

$
0
0

ઉનાળાની મોસમ અત્યારે એની તીવ્રતા પર છે ત્યારે કાકડી ખાવાના ફાયદા જાણી લેવાની જરૂર છે. આ મોસમમાં કાકડીનું દરેક રૂપમાં સેવન કરવાથી આરોગ્યના અનેક ફાયદા મળે છે. કાકડીમાં 95 ટકા પાણી અને પાંચ ટકા ફાઈબર રહેલું છે. તેથી કાકડી શરીરને હાઈડ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કાકડી ખાઈને શરીરને પાતળું રાખી શકાય છે, કારણ કે એમાં કેલરીની માત્રા નહિવત્ છે. કાકડીની છાલમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

કાકડી સુધારીને ખાવ, કાકડીનો જ્યૂસ બનાવીને પીઓ… સ્વાદમાં તૂરી અને ક્યારેક કડવી પણ લાગતી કાકડી ફળ કે શાકભાજી મધુર, શીત, રુચિકર, લઘુ, મૂત્રલ છે.

શારીરિક તંદુરસ્તી માટે અનેક પ્રકારના સલાડ ખાવાનું સલાહભર્યું છે. જે સલાડમાં કાકડી ન હોય એ સલાડ અધૂરું ગણાય, પછી એ હોટલ હોય કે ઘર.

શરીરની અનેક તકલીફો દૂર કરવા માટે કાકડી રામબાણ ઉપાય છે.

કાકડીમાં વિટામીન-A, પોટેશિયમ, ફોસ્ફરસ, લોહતત્વ જેવા અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે. કાકડીમાં ઈરેપ્સિન નામનું એક એન્ઝાઈમ પણ છે જે શરીરમાં પ્રોટિનને પચાવવામાં મદદરૂપ થાય છે.

નિયમિત કાકડી ખાવાથી મેમરી લોસ (સ્મરણશક્તિ ઘટી જવાની) તકલીફ ઊભી થતી નથી.

ઉંમર વધે તેમ લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ વધે છે. એ વખતે ગાજરની સાથે કાકડીનું સેવન કરવાથી સાંધાની પીડા ઘટે છે.

કાકડીમાં રેસાં હોવાથી એનું નિયમિત સેવન કરવાથી કેન્સરનું જોખમ પણ ઘણુંખરું ઘટે છે.

શરીરમાં વધી ગયેલા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવાનો પણ કાકડીમાં ગુણ છે. કાકડીનો રસ કિડનીની તંદુરસ્તી માટે ઉત્તમ છે.

કાકડીમાં કેલરીનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલે શરીરનું વજન ઘટાડવા માટે આ ફળ/શાકભાજીનું સેવન કરવું હિતાવહ છે.

દરરોજ રાતે સૂતા પહેલાં કાકડીનો એક ગ્લાસ જ્યૂસ પીવાથી શરીરમાં વધી ગયેલી ચરબી ઘટે છે.

સોનમ કપૂર કઈ રીતે બની સ્લિમ-ટ્રિમ?

$
0
0

હિન્દી ફિલ્મની સ્ટાઇલિશ અભિનેત્રી સોનમ કપૂરના ગઈ કાલે લગ્ન સંપન્ન થયા. તે વિવાહના બંધનમાં બંધાઈ ગઈ. સોનમ કપૂર લાંબા સમયથી મિત્ર રહેલા આનંદ આહુજા સાથે પ્રભુતામાં પગલાં પાડી ચૂકી છે. ભારતીય ફિલ્મ જગતમાં સોનમ કપૂરના અભિનયના વખાણ થયા વગર રહેતા નથી. પણ તમને ખબર છે કે હિન્દી ફિલ્મમાં અનેક ફિલ્મોમાં સફળ અભિનય કરીને પ્રશંસા મેળવનારી સોનમ કપૂરનું વજન એકસમયે ૮૬ કિલોગ્રામ હતું?આટલા બધા વજનને ઓછું કરવા અને પોતાનું સુંદર શરીર બનાવવા માટે સોનમ કપૂરને ઘણી મહેનત કરવી પડી હતી. સોનમ કપૂર તરુણાવસ્થામાં હતી ત્યારે તેને પોતાના વજનના કારણે ઘણી ચિંતા રહેતી હતી. સ્થૂળતાથી તેને તકલીફ થતી હતી. તો પછી પ્રશ્ન એ થાય કે સોનમ કપૂર આટલી પાતળી પરમાર કેવી રીતે બની? સોનમ કપૂરે ૩૫ કિલો વજન ઘટાડી નાખ્યું. આટલું બધું ઓછું વજન કરી નાખવું એ સહેલું નથી.

હકીકતે સોનમ કપૂર આહારના કેટલાક નિયમોનું પાલન કરે છે અને નિશ્ચિત યોજનાથી કસરતો કરે છે જેના કારણે તેનું પાચનતંત્ર સારું રહે છે અને તેનું વજન આટલું ઘટી શક્યું છે.

અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પહેલાં સોનમ કપૂરનું વજન ૮૬ કિલો હતું. તે સમયે તે સિંગાપોરમાં આર્ટ એન્ડ થિયેટરનો અભ્યાસ કરી રહી હતી. ડિગ્રી મેળવ્યા પછી સોનમ હિન્દી ફિલ્મોમાં જોડાઈ અને મોટા નિર્દેશક ગણાતા સંજય લીલા ભણશાળીની સહાયિકા તરીકે કામ કરવા લાગી. થોડા સમયમાં તેણે સંજયની ‘સાંવરિયા’ ફિલ્મ હસ્તાક્ષરિત કરી. પરંતુ તે વખતે તેના વજનનો પ્રશ્ન ઊભો થયો. તેના વધુ વજનના કારણે તેની ટીકા થઈ રહી હતી. સોનમે જોકે એ ટીકાને પોતાના ફાયદા તરીકે જોઈ. તેને હકારાત્મક લીધી.

સોનમ જાણતી હતી કે હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે સ્થૂળ અભિનેત્રીઓની કોઈ જગ્યા નથી. આથી તેણે શારીરિક વ્યાયામ નિષ્ણાતો અને આહાર વિશેષજ્ઞોની મદદ લીધી. યાસ્મીન કરાચીવાલાએ પાઇલેટ્સ થકી તેની મદદ કરી. પાઇલેટ્સ એ જૉસેફ પાઇલેટ્સે વિકસાવેલી શારીરિક ચુસ્તી માટેની પદ્ધતિ છે. પાઇલેટ્સ થકી વ્યક્તિ તેના શરીર પર કાબૂ મેળવવામાં સફળ થાય છે તેવો પાઇલેટ્સનો તેના પુસ્તકમાં દાવો છે. પગ, ઘૂંટણ, પેટ વગેરેના સ્નાયૂઓ મજબૂત થાય છે, રમત માટે વ્યક્તિ વધુ ચુસ્ત બને છે તેમ યાસ્મીન કરાચીવાલાનો તેની વેબસાઇટ પર દાવો છે.

આની સાથે યોગ નિષ્ણાત ભરત ઠાકુર પાસે સોનમે પાવર યોગ શીખ્યો. મનીષા અને શેરવીરે તેને વજન અંગે પ્રશિક્ષણ આપ્યું. ઝરીન વૉટ્સને તેને સામાન્ય ચુસ્તી માટે શિક્ષણ આપ્યું. સાથેસાથે સોનમ કપૂર કથ્થક પણ શીખવા લાગી. તે રગ્બી, બાસ્કેટબૉલ અને અન્ય રમતો શાળાકીય જીવન દરમિયાન રમતી. તેનાથી તેને આ બધું શીખવામાં વાર ન લાગી.

હવે વાત કરીએ સોનમના આહારવિહારની. સોનમ કપૂર ઊંચા પ્રૉટીનવાળી ચીજો વધુ ખાય છે. તે દિવસમાં ૫-૬ વાર જમે છે. પરંતુ ચોંકી ન જતા. આ જમવું એટલે સામાન્ય રીતે આપણે પૂરું ભાણું જમતા હોય તેવું આ ભોજન નથી. તે સફરજન, સૂકો મેવો, એનર્જી બાર ભૂખ લાગે ત્યારે ખાય છે. તે ક્યારેક ચૉકલેટ અને અન્ય ભાવતી ચીજો પણ ખાઈ લે છે.

તેની દિનચર્યા પ્રમાણે તેના ખોરાકની રીત આ પ્રમાણે છે. વહેલી સવારે તે લીંબુ અને મધ સાથે ગરમ પાણી પીવે છે. નાસ્તામાં તે ઋતુગત ફળ અને ઑટમીલ લે છે. ૧૧ વાગ્યા આસપાસ તે સૂકો મેવો ખાય છે અથવા ફળનો તાજો રસ પીવે છે. બપોરના ભોજનમાં તે એક બાજરા કે જુવારની રોટલી, દાળ, માછલી અથવા ચિકન, કઢી, કચુંબર ખાય છે. ત્યાર બાદ સાંજે નાસ્તામાં બાફેલા ઈંડાં અથવા ચિકન વગેરે ખાય છે. રાત્રિભોજમાં તે સૂપ, કચુંબર અને ચિકન અથવા ફિશ ખાય છે.

સોનમ તો માંસાહારી છે, પણ ગુજરાતી શાકાહારીઓ શું ખાઈ શકે? તેઓ અહીં માંસાહારના બદલે ખમણ, ઢોકળાં વગેરે તેમને ભાવતી ચીજો લઈ શકે.

સાવધાન! રેટિનલ બીમારીઓ પ્રત્યે આંખ મીચામણાં ન કરશો!

$
0
0

ક્રૉનિયા (આંખનો આગળનો હિસ્સો) સાથે જોડાયેલી બીમારીઓ વિશે લોકો સામાન્ય રીતે જામે છે જ્યારે રેટિના (આંખની પાછળનો હિસ્સો) સાથે જોડાયેલી બીમારીઓ વિશે લોકોને ખબર પડતી નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે અંધાપો હોવાનાં કારણોના લીધે આંખો સાથે જોડાયેલી અન્ય બીમારીઓની સરખામણીમાં રેટિનલ બીમારીઓ વધુ પરેશાનીનું કારણ બની શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, વિભિન્ન રેટિના સંબંધી વિકારોમાં ઉંમર સાથે જોડાયેલી મેક્યૂલર ડિજનરેશન (એએમડી) અને ડાયાબિટિક મેક્યૂલર ઇડિમા (ડીએમઇ) બે એવી બીમારીઓ છે જેનાથી હંમેશ માટે આંખોનું તેજ ગુમાવવાનો ડર રહે છે.રેટિનલ બીમારીઓ જેમ કે એએમડીમાં ધૂંધળું કે વિકૃત કે જોતી વખતે આંખોમાં ગાઢ રંગના ડાઘા દેખાવા, સીધી દેખાતી રેખાઓ લહેરાતી કે ત્રાંસી દેખાવી તે લક્ષણ છે. સામાન્ય રીતે રેટિનલ બીમારીઓની ઓળખ નથી થઈ શકતી કારણકે તેનાં લક્ષણોથી દુઃખાવો નથી થતો અને એક આંખ બીજી ખરાબ આંખની ક્ષતિપૂર્તિ કરે છે. એ તો જ્યારે એક આંખનું તેજ ખૂબ જ ઓછું થઈ જાય છે અને એક આંખ બંધ કરીને જોઈએ છે તો ખબર પડે છે. આથી આ લક્ષણોને સમજવાં જરૂરી બની જાય છે અને તેની ઓળખ કરી વિશેષજ્ઞો પાસેથી સલાહ લેવી જોઈએ જેથી આંખોના તેજને બચાવી શકાય.

જે રીતે કેમેરાની અંદર ફિલ્મમાં તસવીર બને છે તે જ રીતે આપણી આંખોના રેટિનામાં પણ દૃશ્ય બને છે. જો રેટિના ક્ષતિગ્રસ્ત થઈ જાય તો આંખનું તેજ આપોઆપ ચાલ્યું જાય છે. એએમડી રેટિનાના મેક્યૂલાને નુકસાન પહોંચાડે છે જેનાથી કેન્દ્રીય દૃષ્ટિ પ્રભાવિત થાય છે. એએમડી વૃદ્ધોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. તે દુનિયામાં ૮.૭ ટકા દૃષ્ટિહીનતા માટે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીઓમાં રેટિનોપેથી આંખોની પાછળ રેટિનામાં હાજર રક્તવાહિનીઓને ક્ષતિગ્રસ્ત કરે છે. આ બીમારીના કારણે વિશ્વના ૪.૮ ટકા લોકો દૃષ્ટિહીન છે.

ડાયાબિટિક રેટિનોપેથીથી ડાયાબિટિક મેક્યૂલર ઇડિમા (ડીએમઇ) થઈ જાય છે અને તે બહુ જ સામાન્ય છે. જ્યારે ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીઓમાં સોજો આવે છે અને તે લીક થઈને રેટિનાના મેક્યૂલામાં પહોંચી જાય છે ત્યારે રેટિનાનું તેજ પ્રભાવિત થાય છે. તેનાથી રેટિનાના સામાન્ય રૂપથી જોવામાં તકલીફ આવવા લાગે છે.

સમય પર બીમારીની ઓળખ અને ઈલાજ માટે રોગીને રેટિના સંબંધી બીમારી સાથે જોડાયેલાં લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે. સામાન્ય રીતે એએમડીનાં લક્ષણોને વૃદ્ધો પોતાની ઉંમર સાથે જોડાયેલી સમસ્યા માની લે છે. તેઓ માને છે કે અમુક ઉંમર થાય એટલે કેટલીક તકલીફો તો થાય જ. ડાયાબિટીસના દર્દીઓને દર છ મહિને આંખના વિશેષજ્ઞો કે રેટિનૉલૉજિસ્ટ પાસે તપાસ કરાવવાની સલાહ અપાય છે કારણકે તેમને ડાયાબિટિક રેટિનોપેથી હોવાનું સૌથી વધુ જોખમ હોય છે. ઉંમર સાથે જોડાયેલા મેક્યૂલર ડિજનરેશનથી દુનિયામાં લગભગ ૮.૭ ટકા દૃષ્ટિહીનતાની ઝપટમાં છે. દુનિયાભરમાં ડાયાબિટિક રેટિનોપેથીથી ૪.૮ ટકા લોકો અંધકારમાં જીવી રહ્યા છે.

 


બહેરાશનું જોખમ ટાળશે આ તકેદારી

$
0
0
સંતુલિત ખોરાક લેવાથી સ્ત્રીઓમાં બહેરાશનું જોખમ ઓછું થઈ શકે છે. યુ.એસ.માં બર્મિંગહામ અને વિમેન્સ હોસ્પિટલના સંશોધકોએ આમ જણાવ્યું હતું. તેઓએ ત્રણ અલગઅલગ પ્રકારના આહાર અને બહેરા બનવાના ભય વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો. તેમણે 70,966 મહિલાઓને અભ્યાસ કર્યો, જેમણે ત્રણ અલગઅલગ આહાર  ધ ઑલ્ટરનેટ મેડિટેરેનિયન ડાયેટ, ડાયેટર એપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન અને ઑલ્ટરનેટિવ હેલ્ધી ઇટિંગ ઈન્ડેક્સ -2010 -2010 માટે 22 વર્ષ સુધી લીધા. પ્રથમ આહારમાં ઓલિવ તેલ, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, માછલી અને આલ્કોહોલનો સમાવેશ થાય છે.બીજા પ્રકારના આહારમાં ફળો અને શાકભાજી અને ઓછી ચરબીવાળી ડેરી ઉત્પાદનો અને  ઓછા પ્રમાણમાં સોડિયમનો સમાવેશ થાય છે. ત્રીજા ખોરાકમાં પ્રથમ બે આહારની સામગ્રી શામેલ છે. જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતુલિત આહાર લેવાથી મહિલાઓની બહેરાશનું જોખમ ઘટે છે.  બર્મિંગહામ અને વીમેન્સ હોસ્પિટલની શૈરન કરહને કહ્યું હતું કે, “સારા આહારની તંદુરસ્તી પર સારી અસર છે અને તે બહેરાશના
જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ”વિશ્વની આશરે 5 ટકા વસતી યોગ્ય રીતે સાંભળતી નથી તેમની 3.2 કરોડ બાળકો છે. આ સમસ્યા ભારતીય વસતીના અંદાજે 6.3 ટકા લોકોમાં છે અને આ સંખ્યામાં 50 લાખ બાળકોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(આઇએમએ) મુજબ, મોટાભાગના કેસોને સમયસર યોગ્ય રસીકરણ દ્વારા અટકાવી શકાય છે, અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરીને અને કેટલીક દવાઓનો ઉપયોગ કરીને તેમ થઈ શકે છે.બહેરાશ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. જન્મ દરમિયાન અવાજ પ્રદૂષણ અને અન્ય સયમસ્યાઓના લીધે, નસ સંબંધી બહેરાશ આવી જાય છે. વર્તણૂકલક્ષી બહેરાશ સામાજિક અને આર્થિક કારણોસર છે, જેમ કે સ્વચ્છતા અને ઉપચારનો અભાવ. તેનાથી કાનમાં ચેપ વધે છે અને બહેરાશ પણ થઈ શકે છે.
બહેરાશને રોકવા માટે આ પગલાંઓ અનુસરો:
  • કાનમાં કોઈ પણ પ્રકારનો ફટકો અથવા ઇજા ન થવા દો. તે કાન ડ્રમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, જે શ્રવણ ક્ષમતા ઘટાડે છે.
  • સ્નાન દરમિયાન બાળકના કાનમાં પાણી ન જાય તે સુનિશ્ચિત કરો.
  • જો થોડો ડર હોય તો બાળકને ડૉક્ટરને બતાવવું જોઈએ.
  • બાળકના કાનમાં તીક્ષ્ણ વસ્તુ ક્યારેય ન નાખશો.
  • બાળકોને મોટા અવાજે સંગીત અથવા અન્ય ધ્વનિથી દૂર રાખો કારણ કે તે તેમની સાંભળવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.
  • ખાતરી કરો કે બાળકોને ઇમ્યુનાઇઝેશન માટે રસીકરણ મળે છે, જેમ કે ઓરી, રુબેલા અને મેનિનજાઇટિસ.

અભિનેત્રી કરીના કઈ રીતે પ્રસૂતિ પછી સુડોળ બની?

$
0
0

ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર પોતાની તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખે છે. એક સમયે જાડી અને ગોળમટોળ કરીના કપૂર ઘણા સમયથી ચુસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, પુત્રને જન્મ આપ્યા પછી પણ તે સુંદર શરીરવાળી દેખાય છે. ગર્ભાવસ્થા ધારણ કર્યા બાદ અને પ્રસૂતિ થયા બાદ તેણે પોતાનું વજન ૧૨ કિલો ઘટાડ્યું છે. કઈ રીતે રહે છે કરીના પાતળી પરમાર જેવી?કરીના કપૂર ચુસ્ત રહેવા માટે અનેક પ્રકારની કસરતો કરે છે, જેમાં પિલેટ્સ એક્સરસાઇઝ પણ સામેલ છે. કરીના કપૂર સિવાય દીપિકા પદુકોણ સહિત અનેક ફિલ્મ અભિનેત્રીઓ પણ આ વિશેષ કસરત પોતાની તંદુરસ્તી માટે કરે છે. કરીના કપૂરે પોતાના શરીરને સુડોળ રાખવા માટે નિષ્ણાત નમ્રતા પુરોહિતની મદદ લીધી છે. નમ્રતાએ તાજેતરમાં જ કરીના કપૂરની પિલેટ એક્સરસાઇઝનો વિડિયો સૉશિયલ મિડિયા પર મૂક્યો છે. તેને ૨૫ હજારથી વધુ ઇન્સ્ટાગ્રામ વપરાશકારો જોઈ ચૂક્યા છે.

આ પિલેટ એક્સરસાઇઝ શું છે? પિલેટ એક્સરસાઇઝ દુનિયાભરમાં સૌથી વધુ કરાતી કસરતો પૈકીની એક છે. તેને જૉસેફ પિલાટેએ શોધી હતી અને તેનું નામ રાખ્યું હતું કન્ટ્રૉલૉજી. જોસેફનું માનવું હતું કે મગજ જ આપણા શરીરની માંસપેશીઓનું નિયંત્રણ કરે છે. જૉસેફ પિલેટે આ કસરતની શોધ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં ઘાયલ સૈનિકોની ઈજા અને મચકોડને ઠીક કરવા માટે કરી હતી. પિલેટ ઍક્સરસાઇઝના નિયમિત અભ્યાસથી કોઈ પણ પ્રકારની ઈજા, મચકોડ વગેરે ટૂંક સમયમાં ઠીક થઈ જાય છે.પિલેટ એક્સરસાઇઝના ફાયદા ઘણા છે. તેનાથી શરીરની સ્થિતિસ્થાપકતા અને મજબૂતી પર કામ કરે છે. માંસપેશીઓ મજબૂત કરવા માટે પિલેટ એક્સરસાઇઝ ઘણી સારી મનાય છે. પિલેટ્સ એક બૉડી બિલ્ડિંગ વિધિ છે. તે પેટની માંસપેશીઓ અને શ્વાસ લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં રક્તસંચાર પણ સારું રહે છે. આથી તે હૃદયને સ્વસ્થ રાખવાની કસરત પણ છે અને હૃદયની બીમારીઓથી પણ શરીરને બચાવે છે.

કેવી રીતે આ કસરત કરવી? આ વ્યાયામ પોતાના પેટને ઓછું કરવા માટેનો એક સરળ અને સારો ઉપાય છે. તે માટે હાથ સામે રાખી પાછળ તરફ ઝૂકો અને પછી આગળ આવો. આ વ્યાયામને કરતી વખતે પોતાનો પંજો ન ઉઠાવો અને સાથે જ પૂરા પાછળ પણ ન જાવ. તેમાં પોતાના પેટની અંદરની તરફ ખેંચીને રાખો. પાછળ જતી વખતે શ્વાસ અંદર લો અને ઉપર આવતી વખતે શ્વાસ છોડો. ઓછામાં ઓછી ૧૫થી ૨૦ સેકન્ડ સુધી આ વ્યાયામ કરો.

કરીના કપૂર ચુસ્ત રહેવા માટે આ કવાયત ઉપરાંત યોગ અને ખાણીપીણી બાબતે પણ સભાન રહે છે. તે સવારે નાસ્તામાં ચીઝ, બ્રેડ, પરાઠા, દૂધ, સોયા દૂધ લે છે. બપોરના ભોજનમાં રોટલી, દાળ, કચુંબર અને સૂપ લે. રાત્રિના ભોજનમાં રોટલી, દાળ અને શાકભાજીવાળું સૂપ લે. તે રોજ છ-આઠ ગ્લાસ ઉકાળેલું પાણી પીવે છે. સમગ્ર દિવસમાં ચુસ્ત રહેવા તે દર ત્રણ કલાકે ભોજન લે છે. બદામ અને સોયા દૂધ એ તેના ભોજનનો ભાગ છે. તે ખાંડ અને ઘી પણ લે છે પરંતુ સંયમિત માત્રામાં. તે ભાતથી દૂર રહે છે. જોકે તે ચીઝ ખાવાથી પોતાની જાતને રોકી શકતી નથી. કરીના કપૂર એકથી બે કલાક કસરત કરે છે.

અંતઃસ્ત્રાવો કાબૂમાં રાખો તો ખુશી જ ખુશી

$
0
0

અંતઃસ્ત્રાવો (હૉર્મોન્સ)ની અસર આરોગ્યની સાથોસાથ સંબંધો પર પણ પડે છે. તેમને નિયંત્રણમાં રાખવા ખૂબ જ જરૂરી છે. અંતઃસ્ત્રાવો કોષો અને ગ્રંથિઓમાંથી નીકળતાં રસાયણ છે જે શરીરના બીજા હિસ્સામાં હાજર કોષો અને ગ્રંથિઓ પર અસર પાડે છે. તેની સીધી અસર ચયાપચય (મેટાબૉલિઝમ), રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ), પ્રજનન (રિપ્રૉડક્ટિવ સિસ્ટમ), શરીરનો વિકાસ, મૂડ વગેરે પર થાય છે.શરીરમાં કુલ ૨૩૦ પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે. આ રસાયણો સંદેશાવાહકની જેમ એક કોષથી બીજા કોષ સુધી સંકેત પહોંચાડે છે. અંતઃસ્ત્રાવો જ્યારે સંતુલિત રહે છે ત્યારે બધું જ સારું રહે છે. જ્યારે તેમાં ગડબડ થાય છે અને અસંતુલન સર્જાય છે ત્યારે તેની પ્રતિકૂળ અસર પડે છે. તેના કારણે ઘણી વાર અચાનક મિજાજમાં પલટો આવે છે. સંબંધો પર અસર કરતા મુખ્ય અંતઃસ્ત્રાવોમાં ઑક્સિટૉસિન, ટૅસ્ટૉસ્ટેરૉન, એસ્ટ્રૉજન અને પ્રૉજેસ્ટેરૉન સામેલ છે.

ઑક્સિટૉસિનને પ્રેમનો અંતઃસ્ત્રાવ કહેવાય છે. તેના કારણે સંબંધોમાં જોડાણ અનુભવાય છે. પરંતુ જો ઑક્સિટૉસિન અપર્યાપ્ત પ્રમાણમાં હોય તો તેની નકારાત્મક અસર સર્જાય છે. તેના કારણે ચીડિયો સ્વભાવ, એકાંતમાં રહેવાની ઈચ્છા, અનિદ્રા, વગેરે સમસ્યાઓ સર્જાય છે.

ટેસ્ટૉસ્ટેરૉન મર્દાનગીની જરૂરિયાત પૂરી કરે છે. તેનું જો સ્તર ઓછું હોય તો ચીડિયો સ્વભાવ અને અહંકાર જન્મે છે. આ નકારાત્મક ભાવનાઓ અંગત સંબંધોને અસર પહોંચાડે છે. વધતી ઉંમર, તણાવ, જૂની બીમારીઓ અને અંતઃસ્ત્રાવોની સમસ્યાઓ પુરુષોમાં ઓછા ટેસ્ટૉસ્ટેરૉનનું કારણ બની શકે છે.

એસ્ટ્રૉજન અંતઃસ્રાવનું સ્તર મહિલાઓમાં યુવાવસ્થાને વધારે છે. તે તેમના વિકાસ, યૌન ગતિવિધિ અને ફળદ્રુપતા પર અસર કરે છે. એસ્ટ્રૉજનનું સ્તર સામાન્ય હોય તો મહિલાઓમાં સેક્સની ઈચ્છા રહે છે. પરંતુ જો સ્તર વધી જાય તો મુશ્કેલી સર્જાય છે. તેનાથી સંબંધો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, માથાનો દુઃખાવો, થાક વગેરે ફરિયાદો થાય છે.

પ્રૉજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું સ્તર ગર્ભાવસ્થા અને માતૃત્વના શરૂઆતના દિવસોમાં સારું હોય છે. તે ગર્ભવતી મહિલાઓમાં બાળકોની દેખભાળ રાખવાની ઈચ્છાને વધારે છે. તેના કારણે બાળકના જન્મના શરૂઆતનાં વર્ષોમાં જાતીય સંબંધની ઈચ્છા ઓછી થઈ જાય છે.

હવે આ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઓછું છે તે કેમ ખબર પડે? રક્ત પરીક્ષણમાં આ સ્તરની ખબર પડતી હોય છે. મોટા ભાગના ડૉકક્ટરો સંમત થશે કે જો પ્રતિ ડેસિલીટર ૩૦૦થી ૧,૦૦૦ મિલીગ્રામ જેટલું ટેસ્ટૉસ્ટેરૉન હોય તો તે સામાન્ય ગણાય. આ રીતે અંતઃસ્ત્રાવોના પ્રમાણ વિશે ખબર પડે તો શું કરવું?

આરોગ્ય નિષ્ણાતો અનુસાર, પ્રથમ તો તમારી દિનચર્યાની સમીક્ષા કરો. આખા દિવસમાં તમે શું-શું કર્યું અને કયા સમયે કર્યું તેની નોંધ બનાવો. પછી તેના પર ચિંતન કરો. જો તમે સ્થૂળ પુરુષ હો તો વજન ઘટાડવા પ્રયાસ કરો. જે પુરુષો ૭ %થી ૧૦% વજન ઘટાડવામાં સફળ રહે છે તેમના ટેસ્ટૉસ્ટેરૉનનું પ્રમાણ સુધરે છે. આહાર, કસરત, દારૂ ઓછો પીવો (આમ તો ન જ પીવો) અને ધૂમ્રપાન ન કરવું વગેરેથી ટેસ્ટૉસ્ટેરૉનનું પ્રમાણ સુધરવામાં મદદ મળે છે.આ જ રીતે પ્રૉજેસ્ટેરૉનનું સ્તર જાળવવા માટે પણ સ્ત્રીએ વજન સામાન્ય રાખવું જોઈએ. વધુ પડતી કસરતો ટાળવી જોઈએ. તણાવ ઘટાડવો જોઈએ. ચેસ્ટબેરી નામની ઔષધિથી પણ પ્રૉજેસ્ટેરૉનનું ઉત્પાદન વધે છે પરંતુ તે માટે ડૉક્ટરની સૂચના (પ્રિસ્ક્રિપ્શન) જરૂરી છે.

એસ્ટ્રૉજનનું પ્રમાણ વધારવા માટે પણ તણાવ ઘટાડવો જરૂરી છે. દિનચર્યા આરોગ્યપ્રદ રાખવી જરૂરી છે. ધૂમ્રપાન છોડી દેવું જોઈએ. હળવીથી મધ્યમ કસરત જરૂરી છે.

ઑક્સિટૉસિનના પ્રમાણને વધારવા આલિંગન, સ્પર્શ, ચુંબન વગેરે કારગત નિવડી શકે છે. પ્રોત્સાહનના શબ્દો પણ કામ કરે છે. જો વ્યક્તિની વાત સાંભળવામાં આવે તો તેના ઑક્સિટૉસિનના પ્રમાણમાં વધારો થાય છે. જે વ્યક્તિને ઑક્સિટૉસિનનું પ્રમાણ ઓછું લાગે તેણે હસવું અને રમવું જોઈએ. બાળકો હસતા અને રમતા હોય છે. ધ્યાન અને પ્રાર્થનાથી પણ આ અંતઃસ્ત્રાવમાં સુધારો થાય છે તો ક્યારેક રડવાથી પણ ફેર પડે છે.

જમીન પર પલાંઠી વાળીને જમવાના પાંચ ફાયદા

$
0
0

પણી જીવનશૈલી દિનપ્રતિદિન પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ કરી રહી છે. પશ્ચિમના પ્રદેશની આબોહવાના લીધે તેમની જીવનશૈલી વિકસી હશે, પરંતુ તેમનું બધું જ સારું તેમ માનીને આપણે પણ એ રીતે અનુકરણ કરીએ તે યોગ્ય નથી. આપણે જમીન પર આસન પાથરી કે પાટલા પર જમવા બેસતા હતા. આનું કારણ એ છે કે જમતી વખતે ઊર્જાનું સર્જન થતું હોય છે. આસન કે લાકડું વિદ્યુતનું અવાહક છે. તેથી તેનો ઉપયોગ કરવાથી ઊર્જાનો સંચય થાય છે, જ્યારે પ્લાસ્ટિક કે લોખંડની ખુરશી પર બેસી જમવાથી ઊર્જા આપણા શરીરમાંથી પૃથ્વીમાં ચાલી જાય તેવું એક અનુમાન છે. આપણે જમીન પર બેસીએ એટલે લોકો આપણને ગાંડા કે ગમાર ગણે. એમ પૂછે કે શું ડાઇનિંગ ટેબલ ખરીદવાના પણ પૈસા નથી? ન હોય તો હું આપું. આનો જવાબ ગર્વથી એવો આપવાનો કે પૈસા તો ઘણા છે પરંતુ આરોગ્યના કારણે ડાઇનિંગ ટેબલ લેતા નથી.

કોઈક એમ દલીલ કરે કે ઘૂંટણની તકલીફ થાય તો શું? તો જવાબ આપવાનો કે તમે ડાઇનિંગ ટેબલ વાપરો છો એટલે જ ઘૂંટણની તકલીફ થાય છે. જો જમીન પર બેસીને જમતા હોત તો ઘૂંટણની તકલીફ ન થતી હોત. અમે એટલે જ ડાઇનિંગ ટેબલ વસાવતા નથી.

પછી મહેમાનોને જમીન પર બેસીને જમવાના નીચેના ફાયદા ગણાવજો એટલે તે પણ ટેબલ-ખુરશી છોડી જમીન પર બેસતા થઈ જશે. અને હા, ભોજન કરતા પહેલાં તમે જે ઈષ્ટ દેવને માનતા હો તેની પ્રાર્થના જરૂર કરો. આના કારણે બે કાર્ય થશે- એક તો બહારથી આવ્યા હો તો બહારનું ટેન્શન દૂર થશે. બીજું કે કુદરતે આપણને ભોજન આપ્યું છે તે તેનો ઉપકાર છે. ઘણા બધા લોકોને બે ટંક ભોજન મળતું નથી. તેથી કુદરતનો આભાર પણ માનવો જ જોઈએ. જમીને પણ ફરી અન્નપૂર્ણા મા કે બીજા કોઈ તમને શ્રદ્ધા હોય તે દેવી-દેવતાનો આભાર માનો. રસોઈ બનાવનાર ગૃહિણીનો પણ આભાર માનો.

ફાયદો-૧: જમીન પર બેસવું હોય તો ભોજન સામગ્રી નીચે મૂકવી પડે. તે માટે વાંકા વળવું પડે. આજકાલ ઇલેક્ટ્રોનિક્સ ચીજો તેમજ રસોડામાં ઊભા પ્લેટફૉર્મના કારણે ગૃહિણી સહિત સહુ કોઈની વાંકા વળવાની ટેવ છૂટી ગઈ છે. આજકાલ ફી દઈને યોગ વર્ગોમાં પાદહસ્તાસન શીખવાડવામાં આવે છે પરંતુ જો યોગ્ય ઢબે જમીન પર વાંકા વળીને ભોજન સામગ્રી મૂકો તો અલગથી પાદહસ્તાસન કરવું પડતું નથી. તેનાથી તમારું સંતુલન સારું થાય છે. પાચન શક્તિ વધે છે.

ફાયદો-૨: તમારી ઊઠબેસ, વાંકા વળવું વગેરે રીત તમારા શરીરની સુખાકારીમાં સારો ભાગ ભજવે છે. નાનપણમાં શિક્ષક સજા તરીકે ઊઠબેસ કરાવતા. એ ખરેખર સજા નહોતી. એ આપણા આરોગ્યના હિતમાં હતું. જમીન પર જમવા બેસો એટલે આપોઆપ ઊઠબેસ થઈ જાય છે. કાન પકડીને ઊઠકબેઠક કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તેનાથી ચરબી પણ ઘટે છે. શરીરમાં લચિલાપણું આવે છે. અક્કડતા દૂર થાય છે.

ફાયદો-૩: જમીન પર પલાઠી વાળીને બેસીને હાથેથી જમવાથી પાચનશક્તિ સારી થાય છે. જ્યારે તમારી સમક્ષ થાળી હોય છે ત્યારે તમે કોળિયો લેવા આગળ ઝૂકો છો અને પછી પાછા ફરો છો. આ સતત હિલચાલથી તમારા પેટના સ્નાયુ ભોજનના સમય દરમિયાન સક્રિય થાય છે. આમ, પાચન શક્તિ વધુ સારી બને છે.

ફાયદો-૪: મોટા ભાગે ઝઘડા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાથી થતા હોય છે. પરંતુ જો જમીન પર પલાઠી વાળીને જમવા બેસો તો ઝઘડા થતા નથી. આનું કારણ એ છે કે મન શાંત થાય છે. શરીરને પણ રાહત મળે છે. વળી, પાચન પણ સારું થાય છે. આથી પરિવારમાં ખુશી વ્યાપે છે.

ફાયદો-૫: ‘યોગ ફૉર હિલિંગ પુસ્તકના લેખક પી. એસ. વેંકટેશ્વરના કહેવા મુજબ, સુખાસન ને પદ્માસન એ એવા યોગાસન છે જેનાથી શરીરને ઘણા બધા લાભો મળે છે. તેનાથી માત્ર પાચનતંત્રને જ ફાયદો નથી થતો પરંતુ સાંધામાં લવચિકતા આવે છે. આ રીતે વર્ષો સુધી પલાઠી વાળીને જમવાથી સાંધાને થતા દર્દ અટકે છે. બીજું કે જમીન પર બેસીને જમવાથી વ્યક્તિને ઉષ્ણતાનો અનુભવ થાય છે. ઘણી વાર પરસેવો પણ વળે છે. આનું કારણ છે કે જ્યારે તમે જમો ત્યારે પેટને તેને પચાવવા ઊર્જાની જરૂર પડે. નિષ્ણાતો મુજબ, પાચનનું સૌથી અગત્યનું તત્ત્વ છે યોગ્ય રીતે રક્ત સંચાર એટલે કે બ્લડ સર્ક્યુલેશન. પલાઠી વાળીને જમવાથી રક્ત સંચાર સુધરે છે. રક્ત પાચન તંત્રનાં અવયવો- લીવર, જઠર વગેરે તરફ ધસે છે, પરંતુ જો તમે ટેબલ પર બેસીને જમો તો રક્તનો પ્રવાહ ઊંધી દિશામાં વહે છે. તે સીધો પગ તરફ જાય છે. આનાથી ધીમે ધીમે પાચનશક્તિ ઘટતી જાય છે.

આમ, તમે નિરોગી રહો છો અને તેના કારણે સરવાળે લાંબી ઉંમર પ્રાપ્ત કરો છો.

સ્ત્રીઓને ‘એ દિવસો’પહેલાં હેરાન કરતી સમસ્યા

$
0
0
પીએમએસ એટલે કે પ્રિ-મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ. આ સમસ્યા લાખો સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. જોકે આ ખૂબ જ જૂની સમસ્યા છે, તે બીમારી તરીકે ક્યારેય ગણવામાં નથી આવી. તે એક શારીરિક સ્થિતિ છે, જે માસિક સ્રાવ પહેલાં આઠથી દસ દિવસ પહેલાં મહિલાઓમાં થાય છે અને જુદીજુદી સ્ત્રીઓમાં તેના અલગઅલગ લક્ષણો હોય છે.
જે સ્ત્રીઓ સુવાવડ, કસુવાવડ અથવા ગર્ભપાત દરમિયાન વધુ હોર્મોનલ ફેરફારો અનુભવતી હોય છે., તેમને પીએમએસ હોય છે. જે મહિલાઓ ગર્ભ નિરોધક ગોળીઓ લેતી હોય છે તે મહિલાઓ ગોળીઓ છોડી દે તો તેમને આ વધુ થવા લાગે છે.  હોર્મોન્સનું સ્તર સામાન્ય બને ત્યાં સુધી તે ચાલે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓમાં 20 વર્ષની ઉંમર પછી જ આ શરૂ થાય છે.
આ દિવસોમાં સ્ત્રીઓ ખૂબ જ નારાજ થઈ જાય છે અને ઘણીવાર બાળકોને પણ માર મારે છે, અને આ તેમની વ્યક્તિગત જીવન અને કારકિર્દી પર અસર કરી શકે છે. પીએમએસ માટેનું વાસ્તવિક કારણ હજી જાણીતું નથી. એવું માનવામાં આવે છે કે આ હોર્મોન્સનું અસંતુલનને કારણે થાય છે, પરંતુ આ અસંતુલન માટેનું યોગ્ય કારણ કોઈને પણ ખબર નથી.
પ્રત્યેક મહિને પીએમએસનો સંકેત મેન્સ્ટ્રુઅલ સાઈકલના દિવસોમાં થાય છે. શરીરનું ફૂલવું, પાણી એકઠું થવું, સ્તનમાં સોજો, ખીલ, વજનમાં વધારો, માથાનો દુખાવો, પીઠનો દુખાવો, સાંધામાં દુખાવો અને સ્નાયુમાં દુખાવોનો સમાવેશ થાય છે. તેમની સાથે સાથે મિજાજ વારેઘડીએ બદલાવો, ચિંતા,  ડિપ્રેશન, ચીડિયાપણું, ગળ્યું અને ચટપટું ખાવાની ઈચ્છા, ઊંઘ ન આવવી, મૂંઝરો થવો વગેરે પણ થઈ શકે છે.
ઘણી સ્ત્રીઓ રુદન કરવાનું શરૂ કરે છે, મુશ્કેલી અનુભવે છે, આત્મહત્યાના વિચારો આવે છે અને ઝઘડાળુ સ્વભાવ થઈ જાય છે. જો આ લક્ષણો ખૂબ તીવ્ર હોય તો ડૉક્ટર બતાવવું જોઈએ.
શું તમને ખરેખર પીએમએસ છે?  તમને પીએમએસ છે કે નહીં તે જાણવા માટે, જો તમે ડાયરી રાખો તો તે વધુ સારું રહેશે, બેથી ત્રણ મહિના સુધી થતાં લક્ષણો નોંધો. આ ડાયરી તમને જણાવશે કે તમારાં લક્ષણો તમારા માસિક ચક્ર સાથે સંકળાયેલાં છે કે નહીં. તમે જાણશો કે તમે પીએમટી (પૂર્વ મેન્સ્ટ્રુઅલ ટેન્શન) થી પીડાતા નથી ને.
Viewing all 292 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>